મુંબઈ: તાજેતરમાં એક રીપોર્ટમાં વર્ષ 2024 ના છેલ્લા ત્રીમાસિક ગાળા દરમિયાન દેશના મુખ્ય શહેરોમાં પ્રોપર્ટીના વેચાણના આંકડા જાહેર કરવામાં (Property merchantability successful Dec 2024 Quarter) આવ્યા છે. અહેવાલ મુજબ ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં પ્રોપર્ટીના વેચાણમાં 26 ટકાનો વાર્ષિક ઘટાડો નોંધાયો હતો. અહેવાલ મુજબ વેચાણમાં આ ઘટાડાનું મુખ્ય કારણ આ સમયગાળા દરમિયાન હરિયાણા અને મહારાષ્ટ્રમાં થયેલી ચૂંટણીઓ હતી.
આ પણ વાંચો : મુંબઈ એરપોર્ટ પર અઢી કરોડનું સોનું-હીરા જપ્ત: ત્રણ પ્રવાસીની ધરપકડ
વિધાનસભા ચૂંટણીઓ નડી:
અહેવાલમાં જણાવવામાં આવ્યું કે 2024ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ક્વાર્ટરમાં મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ સહિત દેશના આઠ મુખ્ય શહેરોમાં ઘરોના વેચાણમાં વાર્ષિક ધોરણે 26 ટકાનો ઘટાડો નોંધાયો હતો છે. વેચાણમાં ઘટાડાનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભા ચૂંટણીઓ અને મિલકતના ભાવમાં વધારો છે.
એક રિયલ એસ્ટેટ એડવાઇઝરી પ્લેટફોર્મ દ્વારા તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, આઠમાંથી ત્રણ શહેરો મહારાષ્ટ્ર અને હરિયાણામાં છે, આ બંને રાજ્યોમાં છેલ્લા ક્વાર્ટર દરમિયાન વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી.
નવા પ્રોજેક્ટ્સ પણ ઘટ્યા:
ચૂંટણીની અસર સપ્લાય પર પણ પડી હતી, ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં નવા પ્રોજેક્ટ્સના લોન્ચમાં 33 ટકાનો ઘટાડો થયો છે. ચૂંટણીઓને કારણે પ્રોજેક્ટ્સની મંજૂરી મળવામાં સમય લાગતો હોવાથી આ ઘટડો નોંધાયો હતો. છેલ્લા ક્વાર્ટર દરમિયાન આઠમાંથી પાંચ શહેરોમાં શરૂ થયેલા નવા પ્રોજેક્ટ્સની સંખ્યામાં ઘટાડો થયો છે.
દિલ્હી અને મુંબઈના આંકડા:
દિલ્હી-એનસીઆર સિવાય, બાકીના સાત શહેરોમાં વાર્ષિક ધોરણે ઘરના વેચાણમાં ઘટાડો થયો છે. ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં દિલ્હી-એનસીઆરમાં ઘરોનું વેચાણ 50 ટકા વધીને 9,808 યુનિટ થયું છે, જે આગળના વર્ષના સમાન સમયગાળા દરમિયાન 6,528 યુનિટ હતું.
અહેવાલ મુજબ, મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR) માં ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન 33,617 ઘરોનું વેચાણ થયું હતું, જે અગાળના વર્ષે સમાન સમયગાળામાં 48,553 હતું, આમ 31 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન પુણેમાં 31 ટકાનો ઘટાડો નોંધાયો, પુણેમાં 18,240 ઘરોનું વેચાણ થયું હતું.
આ પણ વાંચો : Bullet Train : મુંબઈ-અમદાવાદના કોરિડોરમાં 340 કિલોમીટરનું કામ પ્રગતિના પંથે…
બેગલુંરું, હૈદરાબાદ અને ચેન્નઈમાં પણ ઘટાડો:
કર્ણાટકના બેંગલુરુમાં 23 ટકાના ઘટાડા સાથે 132,36 ઘરોનું વેચાણ થયું હતું. હૈદરાબાદમાં 36 ટકાના ઘટાડા સાથે 13,179 ઘરોનું વેચાણ થયું હતું અને ચેન્નઈમાં પાંચ ટકાના ઘટાડા સાથે 4,07૩ ઘરોનું વેચાણ થયું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને