LPG cylinder terms  hike during festivals, cognize  the latest price

નવી દિલ્હીઃ બજેટ પહેલા સરકારે લોકોને થોડી રાહત આપી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 1 ફેબ્રુઆરી 2025ના રોજ 19 kgના કોમર્શિયલ LPGસિલિન્ડરના ભાવમાં સાત રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. જોકે, ઘરમાં વપરાતા એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો થયો નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ સતત બીજા મહિને કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. આજે પહેલી ફેબ્રુઆરીએ બજેટ આવવાનું છે તે સમયે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને સરકારે લોકોને રાહત આપી દીધી છે.

દેશના મોટા શહેરોમાં કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવ :

નવા LPG દર આજથી અમલી બન્યા છે. મુંબઈમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1749.5 રુપિયા થયો છે. દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડરના ભાવ સાત રૂપિયા ઘટીને 1797 રૂપિયા, કોલકાતામાં 1907 રુપિયા અને ચેન્નાઈમાં 1959.5 રુપિયા પ્રતિ સિલિન્ડર થયા છે. જયપુરમાં પણ કમર્શિયલ સિલિન્ડરોના ભાવ 6.5 રુપિયા ઘટીને 1825 રુપિયા થ‌ઈ ગયા છે.

નવા LPG દર આજથી અમલી બન્યા છે. મુંબઈમાં કમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1749.5 રુપિયા થયો છે. દિલ્હીમાં કમર્શિયલ સિલિન્ડરના ભાવ સાત રૂપિયા ઘટીને 1797 રૂપિયા, કોલકાતામાં 1907 રુપિયા અને ચેન્નાઈમાં 1959.5 રુપિયા પ્રતિ સિલિન્ડર થયા છે. જયપુરમાં પણ કમર્શિયલ સિલિન્ડરોના ભાવ 6.5 રુપિયા ઘટીને 1825 રુપિયા થ‌ઈ ગયા છે.આ પહેલા વર્ષ 2025 ની શરૂઆતમાં એટલે કે પહેલી જાન્યુઆરીએ સરકારે કમર્શિયલ LPG સિલિન્ડરોના ભાવમાં 14થી 16 રુપિયા સુધીનો ઘટાડો કર્યો હતો. જોકે, એ પહેલાં ગયા વર્ષે ડિસેમ્બરમાં કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ભારે વધારો થયો હતો.

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ સ્થિર છે:

ઘરેલું 14.2 કિલોના સિલિન્ડરની કિંમત ઓગસ્ટ 2024 થી બદલાઈ નથી. ફેબ્રુઆરી 2025માં ઘરેલુ સિલિન્ડરની કિંમત મુંબઈમાં 802.5 રુપિયા, દિલ્હીમાં 803 રૂપિયા, કોલકત્તામાં 829 રુપિયા અને ચેન્નાઈમાં 818.5 રુપિયા છે.

Also read:મળો કેપ્ટન નિર્મલા સિતારામન અને તેમની બજેટ ટીમને…

બજેટમાં લોકોને શું અપેક્ષા છે:

પહેલી ફેબ્રુઆરીએ રજુ થનારા બજેટમાં પેટ્રોલિયમ પેદાશો પરની ડ્યુટીમાં ઘટાડો કરવાની ઉદ્યોગને અપેક્ષા છે. નિષ્ણાતોનું માનવું છે કે સરકાર એલપીજી અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનો સંબંધિત કેટલીક રાહતો જાહેર કરી શકે છે. હવે તમામની નજર બજેટ પર છે. લોકોને અપેક્ષા છે કે સરકાર ગેસ સિલિન્ડર પરની સબસીડી વધારી લોકોને રાહત આપશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને