બેતવા: આજે બિહાર વિજિલન્સ ટીમે બેતિયા જિલ્લાના શિક્ષણ અધિકારી (DEO)ના ઘરે દરોડા પાડ્યા. દરોડા દરમિયાન વિજિલન્સ ટીમના અધિકારીઓએને મોટી માત્રામાં રોકડ રકમ (Raid connected betia DEO Bihar) મળી આવી છે. અહેવાલ મુજબ રોકડથી ભરેલા બે બેડ મળી આવ્યા હતાં. રોકડ ગણવા માટે મશીન મંગાવવામાં આવ્યા છે. હવે શિક્ષણ વિભાગના ઘણા વધુ અધિકારીઓ પણ વિજિલન્સ રડાર પર છે.
સવારથી જિલ્લા શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણના નિવાસસ્થાન સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. વિજિલન્સની ચાર ટીમો દરભંગા, મધુબની, બેતિયા અને સમસ્તીપુર અને અન્ય સ્થળોએ દરોડા પાડી રહી છે. DEO ના સાસરિયાઓ સમસ્તીપુરમાં રહે છે.
આપણ વાંચો: ‘પુષ્પા 2’ના ડાયરેક્ટ સુકુમારના ઘરે IT વિભાગના દરોડા, મોટા ખુલસા થઇ શકે છે
દસ્તાવેજો પણ મળી આવ્યા:
દરોડા દરમિયાન કરોડો રૂપિયા રોકડા મળી આવ્યા છે. રોકડની સાથે, સ્થાવર અને જંગમ મિલકતોના દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જેની તાપસ કરવામાં આવી છે.
વિજિલન્સ ટીમ હજુ પણ તપાસ કરી રહી છે, કોઈને પણ ઘરમાં પ્રવેશવાની કે અંદરથી બહાર આવવાની મંજૂરી નથી. તેમની ઓફિસમાં પણ તપાસ ચાલી રહી છે. તાપસ સ્થળોએ પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
આપણ વાંચો: મધ્યપ્રદેશમાં આવકવેરાની ટીમના દરોડા, ઘરમાંથી મળ્યા મગર
કોણ છે આ આધિકારી?
જિલ્લા શિક્ષણ અધિકારી રજનીકાંત પ્રવીણ છેલ્લા 3 વર્ષથી બેતિયામાં પોસ્ટેડ છે. રજનીકાંત પ્રવીણ બિહાર રાજ્ય શિક્ષણ વિભાગના 45મા બેચના અધિકારી છે. તેઓ 2005 માં સેવામાં જોડાયા હતાં. તેઓ લગભગ 19-20 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે.
શિક્ષક સંગઠનોએ તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હતો. મળતી માહિતી અનુસાર, રજનીકાંત પ્રવીણના ઠેકાણાઓમાંથી અત્યાર સુધીમાં 1.87 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ મળી આવી છે. તેમની પાસે લગભગ 3 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ હોઈ શકે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને