PM Modi's talks to further fortify  India-Laos civilizational and modern  ties

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિએન્ટિઆનમાં લાઓ પીડીઆરનાં પ્રધાનમંત્રી મહામહિમ સોનેક્સે સિફન્ડોને સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી.. તેમણે 21મી આસિયાન-ભારત અને 19મી પૂર્વ એશિયા સમિટની સફળતાપૂર્વક યજમાની કરવા બદલ લાઓ પીએમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ વાંચો : બાંગ્લાદેશના કાલી માતાના મંદિરમાંથી મુગટની ચોરીનો Video Viral, PM Modiએ ભેટ આપ્યો હતો…

બંને પ્રધાનમંત્રીઓએ ભારત-લાઓસ સભ્યતા અને સમકાલીન સંબંધોને વધુ મજબૂત કરવા પર ફળદાયી વાટાઘાટો કરી હતી. તેઓએ દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રો જેમ કે વિકાસ ભાગીદારી, ક્ષમતા નિર્માણ, આપત્તિ વ્યવસ્થાપન, પુનઃપ્રાપ્ય ઊર્જા, વારસાની પુનઃસ્થાપના, આર્થિક સંબંધો, સંરક્ષણ સહયોગ અને લોકો વચ્ચેના સંબંધો અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રી સિફન્ડોને ટાયફૂન યાગી પછી લાઓ પીડીઆરને પૂરા પાડવામાં આવેલી ભારતની પૂર રાહત સહાય માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. બંને નેતાઓએ નોંધ્યું હતું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા ભારતીય સહાય હેઠળ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ વટ ફોઉનું ચાલી રહેલ પુનઃસંગ્રહ અને સંરક્ષણ દ્વિપક્ષીય સંબંધોને વિશેષ પરિમાણ આપે છે.

બંને પ્રધાનમંત્રીઓએ ક્ષેત્રીય અને બહુપક્ષીય મંચો પર દેશો વચ્ચેના ગાઢ સહકાર પર સંતોષ વ્યક્ત કર્યો. પીએમ સિફન્ડોને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની ભૂમિકાની પુનઃ પુષ્ટિ કરી. ભારતે 2024 માટે લાઓ પીડીઆરના આસિયાનના અધ્યક્ષપદને મજબૂત સમર્થન આપ્યું છે.

વાટાઘાટો પછી, બંને નેતાઓની હાજરીમાં સંરક્ષણ, પ્રસારણ, કસ્ટમ્સ સહકાર અને મેકોંગ-ગંગા સહકાર હેઠળના ત્રણ ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ (QIPs) ના ક્ષેત્રોમાં એમઓયુ/કરારનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. QIPs લાઓ રામાયણના વારસાની જાળવણી, રામાયણ સાથે સંબંધિત ભીંતચિત્રો સાથે વાટ પાકીયા બૌદ્ધ મંદિરની પુનઃસ્થાપના અને ચંપાસાક પ્રાંતમાં રામાયણ પર છાયા કઠપૂતળીના થિયેટરને સમર્થન સાથે સંબંધિત છે. ત્રણેય QIP ને લગભગ 50000 ડોલરની GoI ગ્રાન્ટ સહાય છે. લાઓ પીડીઆરમાં પોષણ સુરક્ષા સુધારવા માટે ભારત લગભગ 1 મિલિયન ડોલરની ગ્રાન્ટ સહાય પણ આપશે. ઈન્ડિયા યુએન ડેવલપમેન્ટ પાર્ટનરશિપ ફંડ દ્વારા આ સહાય, દક્ષિણ-પૂર્વ એશિયામાં ફંડનો આ પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ હશે.