Has 'Harry Potter' reached Mahakumbh? Fans were shocked by the viral video...

પ્રયાગરાજઃ સનાતન ધર્મના સૌથી મોટો મહાકુંભ પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે, જ્યાં દેશ વિદેશના શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રહ્યા છે. રોજ લાખો-કરોડો લોકો મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે, જ્યાં સામાન્ય વ્યક્તિથી લઈને અનેક સેલેબ્સ આવી ચૂક્યા છે ત્યારે એક વિદેશી કલાકારે સૌનું ધ્યાન ખેંચ્યું છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને પૂછી રહ્યા છે કે શું ‘હેરી પોટર’ પણ મહાકુંભમાં પહોંચ્યો છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા ઘણા યૂઝર્સ ડેનિયલ રેડક્લિફના પ્રયાગરાજ પહોંચ્યાની વાત કરી છે. હકીકત શું છે જાણી લઈએ વાઈરલ વીડિયોથી.

વાઈરલ વીડિયોમાં એક વ્યક્તિ ભંડારામાં પુરી-શાકનો આનંદ લેતા જોવા મળ્યો હતો. જોકે, આ વ્યક્તિ ડેનિયલ રેડક્લિફ તો એમ બધાને લાગ્યું હતું. જોકે, આ વ્યક્તિ પ્રખ્યાત કાલ્પનિક પાત્ર હેરી પોટર ફેમ ડેનિયલ રેડક્લિફ જેવી જ દેખાય છે. આ વ્યક્તિને જોઈને લોકો મુંઝવણમાં મુકાઈ ગયા છે કે શું આ હેરી પોટર છે? જોકે, ડેનિયલ રેડક્લિફ જેવા દેખાતા આ વ્યક્તિ વિશે વધુ માહિતી મળી નથી. વીડિયોમાં, વ્યક્તિ જીન્સ અને જેકેટ પહેરીને આરામથી ભંડારાના સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી રહ્યો છે.

હવે આ વીડિયો પર કમેન્ટ કરીને ઘણા યુઝર્સ પૂછી રહ્યા છે કે શું આ ડેનિયલ રેડક્લિફ છે? એક યુઝરે લખ્યું – ‘ આ તો હેરી પોટર છે.’ જ્યારે કેટલાકે ચોંકાવનારા ઈમોજીસ સાથે પ્રતિક્રિયા આપી હતી. જાણીતા કાલ્પનિક પાત્ર હેરી પોટર, જેકે રોલિંગ દ્વારા બનાવવામાં આવ્યું હતું, તે તેના ગોળ ચશ્મા, વિખરાયેલા વાળ અને તેના કપાળ પર વીજળી જેવા નિશાન માટે જાણીતું છે.

આ પણ વાંચો : હાથમાં થેલો અને સિમ્પલ સાડીમાં મહાકુંભ પહોંચ્યા આ અબજોપતિ મહિલા અને યોગી સરકાર પર ઓવારી ગયા

ફિલ્મમાં આ પાત્ર બ્રિટિશ અભિનેતા ડેનિયલ રેડક્લિફે અભિનય કર્યો હતો, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. આ કાલ્પનિક પાત્ર ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય છે અને હેરી પોટર સિરીઝની તમામ ફિલ્મોને પણ ખૂબ પસંદ કરવામાં આવે છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને