6 planets align tonight

બ્રહ્માંડ ખૂબ જ અલગ અગાધ છે અને એનાથી વધારે એના રહસ્યો ગૂઢ છે. અનેક વખત એવી અવકાશી ઘટનાઓ થતી હોય છે જેના સાક્ષી બનવું ખરેખર આપણા માટે ગર્વની વાત છે. જાન્યુઆરી,2025માં પણ આવી જ એક ઘટનાના સાક્ષી બનવાની તક મળી રહી છે.

આવો જોઈએ શું છે આ ઘટના-
ખગોળશાસ્ત્રીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર જાન્યુઆરી મહિનામાં રાતના સમયે આકાશમાં એક-બે નહીં પૂરા છ ગ્રહ એક સાથે એક જ લાઈનમાં જોવા મળશે. એક અંગ્રેજી અખબારમાં કરવામાં આવેલા દાવા અનુસાર ખગોળશાસ્ત્રના શોખિનો માટે આ એક અદ્ભૂત તક હશે. અવકાશમાં જાન્યુઆરી, 2025માં શુક્ર, ગુરુ, સનિ અને મંગળને આંખોથી જોઈ શકો છો, પરંતુ નેપ્ચ્યુન અને યુરેનસને શક્તિશાળી દુરબિનના માધ્યમથી જોઈ શકાશે. જોકે, એક સાથે તમામ ગ્રહોનું લાઈનમાં દેખાઈ દેવું એ ખરેખર દુર્લભ ઘટના છે. તમિનનાડુ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી કેન્દ્ર દ્વારા 22મી જાન્યુઆરીથી 25મી જાન્યુઆરી સુધી સાંજે 6થી 8 વાગ્યા સુધી કોટ્ટુપુરમ પેરિયાર વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી કેન્દ્રમાં નાગરિકો માટે એક સ્પેશિયલ અવકાશ અવલોકનનું આયોજન કરવામાં આવ્યું છે.

ટીએનએસટીસીના વડાએ આ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તમે તમારા ઘરની ટેરેસ, સમૃદ્ર કિનારા પરથી શુક્ર, ગુરુ, શનિ અને મંગળને જોઈ શકશો. આ તમામ ગ્રહોને એક મહિના સુધી અલગ અલગ જોવા મળે છશે. પરંતુ આજે એટલે કે બુધવારે આ તમામ ગ્રહોને તમારી નજરે જોઈ શકો છો. આ તમામ ગ્રહો વચ્ચે લાખો કિલોમીટરનું અંતર છે, પણ આપણી આંખોથી આ ગ્રહો એકબીજાની બાજુમાં બાજુમાં જોવા મળશે.

Also read:સૌથી મોંઘા માનવ નિર્મિત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કેવી રીતે રહે છે અવકાશયાત્રીઓ?

નાસા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સૂર્યાસ્ત બાદના પહેલાં થોડાક કલાકોમાં શુક્ર અને શનિ દક્ષિણ-પશ્ચિમ દિશામાં જોવા મળશે, જ્યારે ગુરુ ઉપર હશે અને મંગળ પૂર્વ દિશામાં હશે. આ સિવાય યુરેનસ અને નેપ્ચ્યુઅને એક મોટા દૂરબીનથી જોવા મળશે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગ્રહોની પરેડ જૂન,2024માં થઈ હતી, જ્યારે શનિ, મંગળ અને ગુરુ, ચંદ્રની સાથે જોવા મળ્યા હતા. આ વખતે ફેબ્રુઆરીના પહેલાં અઠવાડિયા સુધી ચંદ્રમાં જોવા મળશે અને એની સાથે ચંદ્ર, ગુરુ અને શનિને જોઈ શકશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને