Nine rifles, 58 cartridges, bogus licenses seized Credit : News Vibes of India

મુંબઈ: મહારાષ્ટ્રના અહિલ્યાનગર (અગાઉનું નામ અહમદનગર)માં પોલીસની ટીમ અને મિલિટરી ઇન્ટેલિજન્સ, સધર્ન કમાન્ડ દ્વારા જોઇન્ટ ઑપરેશન હાથ ધરીને નવ કાશ્મીરીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી નવ રાઇફલ અને 58 કારતૂસ જપ્ત કરાઇ હતી.

આ પણ વાંચો : વાત એક ચપ્પલને કારણે ચૂંટણી પંચ સાથે થયેલી દલીલબાજીની….

જમ્મુ-કાશ્મીરના અમુક નાગરિકો મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી મેળવે છે અને શસ્ત્રનાં નકલી લાઇસન્સ મેળવીને શસ્ત્રો પણ રાખે છે, એવી વિશ્ર્વસનીય માહિતી પ્રાપ્ત થતાં પોલીસ અને મિલિટરીએ જોઇન્ટ ઑપરેશન હાથ ધર્યું હતું.

તપાસના ભાગરૂપે આ શસ્ત્રનાં લાઇસન્સ સાચાં છે કે ખોટાં તેની વિશ્ર્વસનીયતા તપાસવા માટે જમ્મુ-કાશ્મીરમાં સંબંધિત પ્રશાસનને પત્રો મોકલવામાં આવ્યા હતા. એ લાઇસન્સ નકલી હોવાનું જાણવા મળ્યા બાદ પોલીસ અને મિલિટરી દ્વારા રેઇડ પાડવામાં આવી હતી.

આ રેઇડમાં અહિલ્યાનગરમાંથી નવ કાશ્મીરીની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 12 બોરની નવ રાઇફલ, 58 જીવંત કારતૂસ જપ્ત કરાઇ હતી. પકડાયેલા કાશ્મીરીઓ જમ્મુના રાજૌરીના વતની છે.

આરોપીઓની ઓળખ શબ્બીર મોહંમદ ઇકલાબ હુસેન ગુજ્જર, મોહંમદ સાલીમ ઉર્ફે સાલેમ ગુલ મોહંમદ, મોહંમદ સરફરાઝ નાઝીર હુસેન, જહાંગીર ઝાકીર હુસેન, શાહબાઝ અહેમદ નઝીર હુસેન, સુરજિત રમેશચંદ્ર સિંહ, અબ્દુલ રશીદ ચિદિયા, તુફેલ અહમદ મોહંમદ ગાઝિયા અને શેર અહેમદ ગુલામ હુસેન તરીકે થઇ હતી.

આ પણ વાંચો : વોટબેંકના રાજકારણથી દૂર રહું છું: પીએમ મોદી

શેર અહેમદ ગુલામ હુસેન મુખ્ય સૂત્રધાર છે. તે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરવા ઇચ્છુક હોય તેમી પાસેથી પ્રત્યેકી રૂ. 50 હજાર લેતો હતો અને 12 બોરની રાઇફલ તથા બોગસ લાઇસન્સ આપતો હતો. આરોપીઓ અહિલ્યાનગરમાં શ્રીગોંડા, છત્રપતિ સંભાજીનગર, પુણે વિગેરે ખાતે સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને