Udhdhav Thackrey connected  Prime Minister Modi PTI

મુંબઈ: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રને ‘બચાવવા’ માટે સાથી પક્ષો કોંગ્રેસ અથવા એનસીપી (એસપી) દ્વારા જાહેર કરાયેલા કોઈપણ મુખ્ય પ્રધાનપદના ઉમેદવારને સમર્થન આપશે.

એક કાર્યક્રમને સંબોધતા રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર સરકાર પર આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં જાહેરાતો દ્વારા રાજ્યમાં ખોટી વાતોનો પ્રચાર કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.

મહાયુતિ સરકારની ફ્લેગશિપ લાડકી બહેન યોજના જેના હેઠળ રાજ્યમાં લાયક મહિલાઓને રૂ. 1,500 આપવામાં આવે છે તેના પર કટાક્ષ કરતા ઠાકરેએ એવો દાવો કર્યો કે સરકાર લોકોને તેમના પોતાના જ પૈસા (યોજના દ્વારા) આપીને ‘મહારાષ્ટ્ર ધર્મ’ સાથે દગો કરવાનો પ્રયાસ કરી રહી છે.

288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી આવતા મહિને યોજાય તેવી શક્યતા છે.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રને બચાવવા માટે કોંગ્રેસ અથવા એનસીપી (એસપી) દ્વારા જાહેર કરાયેલા કોઈપણ મુખ્ય પ્રધાનના ચહેરાને હું સમર્થન આપીશ, એમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

ઓગસ્ટમાં ઠાકરેએ સૌથી વધુ બેઠકો કોણ જીતે છે તેના તર્ક પર જવાને બદલે પ્રથમ એમવીએનો મુખ્ય પ્રધાનપદનો ચહેરો નક્કી કરવાનો આગ્રહ રાખ્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસ અને એનસીપી (એસપી) દ્વારા જાહેર કરાયેલ કોઈપણ ઉમેદવારને સમર્થન આપશે.

શિવસેના (ઞઇઝ)ના સાંસદ સંજય રાઉતે ત્યારે કહ્યું હતું કે ઠાકરેએ હૃદયની વિશાળતા દર્શાવી છે (એમવીએ જે કોઈને મુખ્ય પ્રધાનપદ માટે યોગ્ય માને તેમને સમર્થન આપીને). (પીટીઆઈ)