પુણે: પુણેમાં ગુઇલેન-બેરે સિન્ડ્રોમ (જીબીએસ) ના કેન્દ્રસ્થાન ગણાતા નાંદેડ ગામની આસપાસ પાણીની ગુણવત્તા અંગે જાણકારી મેળવવા કરાયેલા સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે જીબીએસના ૨૬ દર્દીઓના ઘરોને પૂરા પાડવામાં આવતા પીવાના પાણીમાં ક્લોરિનનો અભાવ હતો, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. હાલમાં પુણેમાં જીબીએસના પાંચ નવા કેસ નોંધાયા હતા, જેનાથી કુલ કેસોની સંખ્યા ૧૬૬ થઈ ગઈ છે, એમ તેમણે જણાવ્યું હતું.
નાંદેડ અને સિંહગઢ રોડ વિસ્તારમાં જીબીએસના કેસોના પ્રકોપની તપાસ માટે રચાયેલી રેપિડ રિસ્પોન્સ ટીમ (આરઆરટી)ના અધિકારીઓએ જણાવ્યું હતું કે નાંદેડમાં ૭૭ જીબીએસ દર્દીઓ હતા, તેમાંથી ૬૨ દર્દીઓના ઘરોથી પીવાના પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.
Also read: રાજ્યમાં જીબીએસનું સંક્રમણ વધ્યુંઃ દૂષિત પાણી જવાબદાર હોવાની ડોક્ટરોને શંકા…
નિષ્ણાતોએ હવે પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન (પીએમસી)ના પાણી પુરવઠા વિભાગને જાહેર આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે ઘરગથ્થુ પાણી પુરવઠામાં ૦.૨ પીપીએમ ક્લોરિનનું સ્તર જાળવવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે “કૂવાના પાણીમાં પૂરતા પ્રમાણમાં ક્લોરિન સ્તર હોવાનું જણાયું હતું. ૬૨ દર્દીઓમાંથી ૨૬ દર્દીઓના ઘરોમાં પાણીમાં શૂન્ય ક્લોરિન જોવા મળ્યું હતું,” એક આરઆરટી સભ્યએ જણાવ્યું હતું.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને