Maharashtra predetermination results: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો હતો. ભાજપના 149 ઉમેદવારોમાંથી 132ની જીત થઈ હતી. મહારાષ્ટ્રમાં ભાજપનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. ભાજપની સાથે મહાયુતિમાં સામેલ અન્ય પક્ષોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. આ જીતની પાછળ સંઘની મહત્ત્વની ભૂમિકા માનવામાં આવે છે.
આ પણ વાંચો : અજિત પવાર આ બાબતે કાકા શરદ પવાર પર ભારે પડ્યા, NCP પર દાવો મજબુત કર્યો
સંઘ પરિવારે ભાજપના નેતૃત્વવાળી મહાયુતિને પ્રચંડ બહુમતથી જીતાડવા માટે પૂરી તાકાત લગાવી લીધી હતી. સંઘે તેના કાર્યકર્તાઓનું વિશાળ નેટવર્ક ચૂપચાપ સક્રિય કર્યુ અને સજાગ રહો નારા સાથે રાજ્યભરમાં 60,000થી વધારે બેઠકોનું આયોજન કર્યું. તેનાથી વિપક્ષના નિવેદનોનો મુકાબલો કરવામાં ઘણી મદદ મળી અને મહાયુતિની તરફેણમાં માહોલ બન્યો હતો.
તાજેતરમાં દેવેન્દ્ર ફડણવીસે એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યુ હતું કે, ભાજપે અનામત, વોટ જિહાદ, બંધારણની અખંડતા જેવા મુદ્દા પર કોંગ્રેસ અને તેના સહયોગીોના ખોટા નિવેદનોને ફગાવવા માટે સંઘની મદદ માંગી હતી. રાજકીય ગતિવિધિઓથી અંતર જાળવી રાખવા છતાં સંઘે મહાયુતિની જીતનો જશ્ન મનાવ્યો હતો. આરએસએસના એક નેતાએ કહ્યું આ અભૂતપૂર્વ જીત છે, જે મહારાષ્ટ્ર પર બીજેપીનું શાસન સુનિશ્ચિત કરે છે.
સંઘે રોક્યા હિન્દુ વોટના ભાગલા
સામાન્ય રીતે સંઘ પડદા પાછળ રહીને કામ કરવા માટે જાણીતું છે. આગામી વર્ષે સ્થાપના દિવસની શતાબ્દી મનાવવા જઈ રહેલા સંઘ માટે આ દાવ ઘણો મહત્ત્વનો છે. સંઘનો હેતુ મહારાષ્ટ્રમાં એક સ્થિર સરકાર લાવવાનો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, આરએસએસના અભિયાનનો ઉદ્દેશ જાતિ, સમુદાયના આધારે વોટના ભાગલા પાડવાની કોશિશ કરતાં વિપક્ષનો મુકાબલો કરવાનો હતો.
આ પણ વાંચો : તો શું મહારાષ્ટ્રમાં પણ બિહાર પેટર્ન અપનાવાશે અને મુખ્ય પ્રધાનપદ…?
લોકસભા ચૂંટણી બાદ બદલી વ્યૂહરચના
આ એજન્ડામાં વોટ જિહાદ જેવા સંવેદનશીલ મુદ્દાને સામેલ કરવામાં આવ્યા હતો. લોકસભા ચૂંટણીમાં ભાજપની હાર બાદ આ નિર્ણય કરવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ આરએસએસ અધિકારીએ જણાવ્યું, હિન્દુઓને જાતિના આધારે ભાગલા પાડવાની કોશિશ કરી રહેલા લોકો નિષ્ફળ થયા હતા. સંઘ બાદ આ જીતમાં વિશ્વ હિન્દુ પરિષદે પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. વિશ્વ હિન્દુ પરિષદે વ્યાપક અભિયાનો દ્વારા મતદારોને સમજદારીથી તેમના મતાધિકારનો પ્રયોગ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. કોઈપણ પાર્ટીને ખુલીને સમર્થન કરવાના બદલે વિશ્વ હિન્દુ પરિષદે હિન્દુ એકતા પર ભાર આપ્યો અને મતદારોને તેમના હિત સાથે જોડાયેલા ઉમેદવારોને સમર્થન કરવાનો આગ્રહ કર્યો હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને