મહિલા વર્લ્ડ કપમાં ભારતે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાની ટીમને કચડી નાખી…

2 hours ago 1

દુબઈ: મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારતે અહીં બુધવારે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને 82 રનથી પરાસ્ત કરીને સેમિ ફાઇનલ માટેનો દાવો મજબૂત કર્યો હતો.

ભારતે બૅટિંગ પસંદ કર્યા પછી 20 ઓવરમાં ત્રણ વિકેટે 172 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 19.5 ઓવરમાં માત્ર 90 રનમાં આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની એકેય બૅટર પચીસ રન પણ નહોતી બનાવી શકી. પહેલી ત્રણ ઓવરમાં એક-એક વિકેટ પડતાં શ્રીલંકન ટીમે ખરાબ શરૂઆત કરી હતી. ભારતીય બોલર્સમાં અરુંધતી રેડ્ડી અને આશા શોભનાએ સૌથી વધુ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. બે વિકેટ રેણુકા સિંહે તથા એક-એક વિકેટ દીપ્તિ અને શ્રેયંકા પાટીલે લીધી હતી.

એ પહેલાં, ભારતને ટૉપ-ઑર્ડરે આ વખતે નિરાશ નહોતા કર્યા અને ટોચની ત્રણ બૅટરે મળીને ભારતનો સ્કોર 128 રન પર પહોંચાડ્યો હતો.

શેફાલી વર્મા (43 રન, 40 બૉલ, ચાર ફોર) અને વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (50 રન, 38 બૉલ, એક સિક્સર, ચાર ફોર) વચ્ચે 98 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. જોકે એ જ સ્કોર પર મંધાના પછી શેફાલીએ પણ વિકેટ ગુમાવી દીધી હતી. મંધાના રનઆઉટ થઈ હતી, જ્યારે શેફાલી કૅચ આપી બેઠી હતી.

ત્યાર બાદ કૅપ્ટન હરમનપ્રીત કૌર (બાવન અણનમ, 27 બૉલ, એક સિક્સર, આઠ ફોર)એ જેમાઇમા રૉડ્રિગ્સ (16 રન, 10 બૉલ, બે ફોર) સાથે ત્રીજી વિકેટ માટે 30 રનની ભાગીદારી કર્યા બાદ વિકેટકીપર રિચા ઘોષ (6 અણનમ) સાથે ચોથી વિકેટ માટે 44 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

હરમનપ્રીતને પાકિસ્તાન સામેની મૅચમાં ગરદનમાં ઈજા થઈ હતી, પણ તે ઈજા ભૂલીને આ મૅચમાં રમવા આવી હતી.
શ્રીલંકાની સાત બોલર્સમાં માત્ર કૅપ્ટન ચમારી અથાપથ્થુને અને ઍમા કંચનાને એક-એક વિકેટ મળી હતી.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article