મીઠાના અગરો પર કબ્જાના મુદ્દે ખેલાયેલાં લોહિયાળ ધીંગાણામાં ફરાર બે આરોપીઓ ઝડપાયા

2 hours ago 2
Two absconding accused caught successful  bloody conflict  implicit    possession of brackish  agar

ભુજ: રાપર તાલુકાના કાનમેર આસપાસના નાનાં રણમાં મીઠું પકવવા માટે ઘુડખર અભયારણ્ય હસ્તકની અંદાજે 1900 એકર જમીન પર ગેરકાયદે કબજો જમાવવા બંદૂકના ભડાકે દિનેશ ખીમજી કોલી નામના શખ્સને બંદૂકના ભડાકે ઠાર મારીને અન્ય ચાર જણ પર મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરવાના રાજ્યભરમાં ચર્ચાસ્પદ બનેલા ગુનામાં અત્યારસુધી ફરાર જાહેર કરવામાં આવેલા ગાંધીધામના બે આરોપીઓ દિલીપ હસુ અયાચી અને કાજા અમરા રબારીને ઝડપી લેવાયા છે અને કૉર્ટે પાંચ દિવસના રીમાન્ડ પર ધકેલી દીધાં છે.

ભચાઉનો પૂર્વ નગરપાલિકા પ્રમુખ અશોક ઝાલા પકડાયાં બાદ આ બંને શખ્સ ટૂંક સમયમાં પકડાઈ જશે તેવું અનુમાન વ્યક્ત થતું હતું.ગત ૧૩મી મેના રોજ ૧૭ જેટલા માથાભારે શખ્સોએ આ ગુનાને અંજામ આપ્યો હતો.

અત્યારસુધીની પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું હતું કે, બનાવને અંજામ આપનાર બળદેવ રાજપૂતે ગેરકાયદે મીઠું પકવવા માટે અશોક ઝાલા, દિલીપ અયાચી અને એન.આર. ગઢવીને ભાગીદાર બનાવ્યાં હતાં. ફરિયાદી અને અન્ય લોકોએ જગ્યા પર કરેલો કબજો દૂર કરવા અશોક ઝાલાએ ફરિયાદી મગન ઊર્ફે મંગા ગોહિલ, વલીમામદ રાજાને ભચાઉ બોલાવી 6 લાખ અને દિલીપ અયાચીએ ૫ લાખ આપ્યા હતાં. દિલીપ અને કાજા રબારી અત્યારસુધી ક્યાં હતા અને પોલીસ પકડથી બચવા કોણે તેમને આશરો અને આર્થિક મદદ કરી હતી જેવા વિવિધ મુદ્દે પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી છે.

દરમ્યાન, દિલીપ અયાચી મોડવદર નજીક તેના પુત્રના નામે રાયફલ ઈન્સ્ટિટ્યૂટ ચલાવે છે. ત્યારે, આરોપીઓને બંદૂક ચલાવવા માટે તેણે કોઈ પ્રશિક્ષણ આપેલું કે તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યાં છે. ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડાએ આરોપીઓ પાસેથી ખૂટતી કડીઓ અને પૂરાવા એકત્ર કરવા ગહન પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article