એરપોર્ટ પર કેઝ્યુલ લૂકમાં જોવા મળી કાજોલ, ચાહકો દંગ રહી ગયા…

2 hours ago 2
Kajol was seen successful  a casual look   astatine  the airport, fans were stunned... representation root - abplive

મુંબઈ: જો તમે કાજોલના ફેન હોવ તો તમને ચોક્કસ તેની એક ફિલ્મ ખૂબ જ પસંદ હશે અને એ ફિલ્મમાં કાજોલના બે એવા લુક જેની ચર્ચા આજે પણ થાય છે એ પણ તમને યાદ જ હશે. હવે એ દિવસો તો પાછા ન આવી શકે પરંતુ જેને આપણે નોસ્ટાલ્જિયા મોમેન્ટ કહીએ છીએ એવી મોમેન્ટ કાજોલે તેના ફેન્સને હાલમાં જ આપી હતી.

રવિવારે સવારે કાજોલ મુંબઈ ઍરપોર્ટ પર જોવા મળી હતી અને પેપેરાઝીએ પણ તેને પોતાના કેમેરાઓમાં કેદ કરી લીધી હતી, પરંતુ તેમની આંગળીઓ કેમેરાના બટન પર ચાલે એ પહેલા કાજોલનો ઍરપોર્ટ લુક જોઇને એક સેકંડ માટે તો તે પણ થંભી ગયા હતા. કાજોલ એકદમ સિંપલ લુકમાં જોવા મળી હતી અને કેઝ્યૂલ લુક જોઇને ત્યાં હાજર તેના ફેન્સ પણ દંગ રહી ગયા હતા.

Kajol was seen successful  a casual look   astatine  the airport, fans were stunned...

કારણ કે કાજોલનો લુક જોઇને તેમને તેની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ની યાદ આવી ગઇ હતી. કારણ કે એ ફિલ્મમાં તેનો છેલ્લે જે સિંપલ લુક જોવા મળ્યો હતો તે આબેહૂબ તેવી જ લાગી રહી હતી અને એવું ફેન્સનું પોતાનું જ કહેવું છે.

કારણ કે તેના વ્હાઇટ અનારકલી સૂટ, સિંપલ બ્લૂ જીન્સ અને આંખો પર ચશ્મા હાથમાં બેગ અને મેચિંગ હિલ્સ પહેરેલી કાજોલના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયા હતા. તસવીરોને જોતા જ તેના ચાહકોએ તેના પર ખૂબ પ્રેમ વરસાવ્યો હતો અને તેના કોમેન્ટ સેક્શનમાં ‘અમને તો કુછ કુછ હોતા હૈની યાદ આવી ગઇ’ અને ‘આ તો કાજોલ નહીં, પરંતુ રાહુલની અંજલી છે’ એવી કોમેન્ટ્સ કરી હતી. ઘણી ખરી કોમેન્ટ્સમાં ચાહકોએ તેના આ લુલને અંજલીના લુક સાથે સરખાવ્યો હતો. તમે પણ તસવીરો જુઓ અને જણાવો કે તમને પણ અંજલિની યાદ આવી કે નહીં?

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article