મોહમ્મદ શમીની આ વળી કેવી હૅટ-ટ્રિક?

4 hours ago 1

લખનઊઃ ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ 2019ના વન-ડે વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડના સાઉધમ્પ્ટનમાં હૅટ-ટ્રિક લઈને ક્રિકેટજગતમાં છવાઈ ગયો હતો. જોકે આ વખતે તેણે જે હૅટ-ટ્રિક નોંધાવી છે એનાથી તેના ચાહકો નિરાશ થયા છે. તેની આ હૅટ-ટ્રિક ઈજા સંબંધિત છે.

આ પણ વાંચો : Mohammed Shami સાથે લગ્નની અફવાઓ વચ્ચે Sania Mirzaએ ભર્યું મોટું પગલું, વીડિયો શેર કરીને…

વાત એવી છેકે છેલ્લે ભારતમાં રમાયેલા વન-ડેના વર્લ્ડ કપમાં મેદાન પર જોવા મળેલા શમીને ત્યારે પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. તે તાજેતરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમાયેલી ટેસ્ટ-શ્રેણી પહેલાં જ ફુલ્લી ફિટ થઈ જવાનો હતો, પરંતુ ઘૂંટણ સુજી જવાને લીધે તે એ સિરીઝમાં નહોતો રમી શક્યો.

હવે જ્યારે ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તેને નવી ઈજા સતાવી રહી છે જેને લીધે તે એ પ્રવાસમાં નથી જોડાવાનો. એ તો ઠીક, પણ રણજી ટ્રોફીના આગામી બે રાઉન્ડમાં પણ તે નહીં રમી શકે.

આ પણ વાંચો : કોહલીને 37મા જન્મદિનની શુભેચ્છામાં યુવીએ કહ્યું, ‘દુનિયા તારી વાપસીની રાહ જુએ છે’

શમીને હવે કમરના સ્નાયુઓમાં દુખાવો શરૂ થયો છે.

તાજેતરમાં બેન્ગલૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પહેલી ટેસ્ટ બાદ શમીએ પ્રૅક્ટિસના સેશનમાં સહાયક-કોચ અભિષેક નાયરને તેમ જ શુભમન ગિલને બોલિંગ કરી હતી. ત્યારે એવું લાગતું હતું કે તે કમસે કમ ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટથી રમી શકશે.

એ પહેલાં મૅચ-પ્રૅક્ટિસ તરીકે રણજી ટ્રોફીની અમુક મૅચો પણ રમવાનો હતો, પણ હવે કમરના સ્નાયુઓના દુખાવાને લીધે તેણે મેદાનથી દૂર થવું પડ્યું છે.

આ પણ વાંચો : આ કોની પોસ્ટ જોઈને ખુશ થઈ ગયો Mohammad Shami?

ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં તે રમી નહોતો શક્યો, પરંતુ ગુરુગ્રામની એક ઇવેન્ટમાં તેણે જાહેર કર્યું હતું કે તેને હવે પગની ઘૂંટીમાં અને ઘૂંટણમાં ઘણું સારું છે અને થોડા જ દિવસમાં તે ફરી રમતો થઈ જશે. જોકે કમરના દુખાવાએ તેની કરીઅર ખતરામાં મૂકી દીધી છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article