જયપુર: રાજસ્થાનમાં સતત વધી રહેલા ધર્મ પરિવર્તન અને લવ-જેહાદના(Love Jihad)કિસ્સાઓ વચ્ચે સરકાર તેની પર લગામ કસવાના મૂડમાં છે. જેના પગલે રાજસ્થાન સરકારે આજે વિધાનસભામાં ધર્માંતરણ વિરોધી બિલ રજૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ગજેન્દ્ર સિંહ ખીમસરે આ બિલ રજૂ કર્યું છે.
આ બિલ બજેટ સત્રમાં જ ચર્ચા બાદ પસાર કરવામાં આવશે. આ બિલ પસાર થવાની તારીખ પછીથી નક્કી કરવામાં આવશે. આ બિલમાં લવ જેહાદ વિરુદ્ધ પણ જોગવાઈઓ છે. આ બિલમાં લવ જેહાદને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે.
આવા લગ્નને રદબાતલ જાહેર કરી શકાશે
જો કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરવા કે કરાવવા માટે લગ્ન કરે છે તો તેને લવ જેહાદ ગણવામાં આવશે. જો એ સાબિત થાય કે લગ્નનો હેતુ લવ જેહાદ છે તો આવા લગ્ન રદ કરવાની જોગવાઈ હશે. જો કોઈ વ્યક્તિ પોતાનો ધર્મ બદલવાના ઈરાદાથી લગ્ન કરે છે. કૌટુંબિક અદાલત આવા લગ્નને રદબાતલ જાહેર કરી શકે છે.
આપણ વાંચો: Yashshshree Murder Case વિશે રાજ ઠાકરેના પત્નીએ શું કહ્યું
60 દિવસ અગાઉ કલેક્ટરને જાણ કરવી પડશે
આ બિલમાં સ્વૈચ્છિક ધર્મ પરિવર્તનના કિસ્સામાં સંબંધિત વ્યક્તિએ 60 દિવસ અગાઉ કલેક્ટરને જાણ કરવી પડશે. આ સમયગાળા દરમિયાન એ તપાસવામાં આવશે કે કોઈ પણ વ્યક્તિ છેતરપિંડી, બળજબરી અથવા કોઈ લાલચ આપીને ધર્માંતરણ નથી કરાવી રહી. જો કોઈ વ્યક્તિ કે સંગઠન આવું કૃત્ય કરશે તો તેમને કડક સજા કરવામાં આવશે.
મદદ કરનારાઓને પણ ગુનેગાર ગણવામાં આવશે
ગેરકાયદે ધર્મ પરિવર્તનમાં મદદ કરનારાઓને પણ ગુનેગાર ગણવામાં આવશે અને સજા ફટકારવામાં આવશે. વિધાનસભા દ્વારા બિલ પસાર થયા પછી રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી જ તે કાયદો બની શકે છે. ધર્મ પરિવર્તન એક સંવેદનશીલ મુદ્દો છે. જેના પગલે આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય વર્તુળોમાં ચર્ચા ઉગ્ર બનશે
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને