મુંબઈ: બીકેસીમાં શનિવારે જમ્મુ અને કાશ્મીર સામે ડિફેન્ડિંગ મુંબઈનો ચાર દિવસની રણજી મૅચમાં ત્રીજા જ દિવસે પરાજય થયો એ પહેલાં મુંબઈના બે ટેસ્ટ ખેલાડી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ભારત માટે એક નવો વિક્રમ રચ્યો હતો.
આ પણ વાંચો : રોહિત, રહાણે, શ્રેયસ અને યશસ્વી સહિતના સ્ટાર પ્લેયર્સ પણ મુંબઈને પરાજયથી ન બચાવી શક્યા
ભારત માટે રોહિત અને યશસ્વીની ઓપનિંગ જોડી ઐતિહાસિક બની હતી.
જમ્મુ અને કાશ્મીરની ટીમે મુંબઈ સામે 10 વર્ષ પછી પહેલી વાર વિજય મેળવ્યો હતો.
પારસ ડોગરાના સુકાનમાં જમ્મુ અને કાશ્મીરની ટીમે 205 રનનો ટાર્ગેટ પાંચ વિકેટના ભોગે મેળવી લીધો હતો. સ્ટાર ખેલાડીઓવાળી મુંબઈની ટીમના બે ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર તથા તનુષ કોટિયનની બધી મહેનત એળે ગઈ હતી.
જોકે રોહિત અને યશસ્વી ભારતીય ટેસ્ટ ટીમના એવા બે ઓપનિંગ બૅટર છે જેઓ એક જ રણજી ટીમ વતી રમ્યા છે.
બીજું, ભારત વતી ટેસ્ટમાં ઓપનિંગ કર્યાં બાદ એક જ રણજી મૅચમાં એક જ ટીમ વતી દાવની શરૂઆત કરવાની સિદ્ધિ પણ તેમણે મેળવી છે.
આ પણ વાંચો : પંડિતને જ ખબર નહોતી કે તેમણે નીરજ ચોપડાના લગ્નની વિધિ કરાવવાની છે!
જોકે રોહિત (3 અને 28 રન) અને યશસ્વી (4 અને 26 રન) આ રણજી મૅચમાં સારું નહોતા રમી શક્યા અને 2024નું ચેમ્પિયન મુંબઈ આ વખતે લીગ રાઉન્ડમાં જ સ્પર્ધાની બહાર થવાની તૈયારીમાં છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને