કોલકાતાઃ પશ્ચિમ બંગાળની એક યુનિવર્સિટીના પરિસરમાં લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. યુનિવર્સિટીની એક વરિષ્ઠ મહિલા પ્રોફેસરે ક્લાસરૂમમાં જ એક વિદ્યાર્થી સાથે લગ્ન કરી લીધા હતા, જેના કારણે ભારે વિવાદ થયો હતો. આ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. કમિટીએ આ ઘટનાને સાચી ઠેરવ્યા બાદ પ્રોફેસરે યુનિવર્સિટીને પોતાનું રાજીનામું આપવાની ઓફર કરી છે, એમ યુનિવર્સિટીના અધિકારીએ માહિતી આપી હતી.
સરકારી મૌલાના અબુલ કલામ આઝાદ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજી (MAKAUT)ના એપ્લાઇડ સાયકોલોજી વિભાગના એક વરિષ્ઠ મહિલા પ્રોફેસરે હિંદુ બંગાળી વિધિ મુજબ વર્ગખંડમાં તેના જ વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્નની વીડિયો ક્લિપ 28 જાન્યુઆરીએ વાયરલ થતા હોબાળો મચી ગયો હતો.
આ પછી MAKAUTના રજિસ્ટ્રાર પાર્થ પ્રતિમ લાહિડીએ જણાવ્યું હતું કે પ્રોફેસરે તેમની ઓફિસને એક ઈ-મેલ મોકલ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે આ વીડિયોના કારણે હું ખૂબ જ પરેશાન છું અને કોલેજમાં આવી શકું એમ નથી.
આપણ વાંચો: “પહેલા જેવુ લગ્ન જીવન નથી રહ્યું!” પતિ પત્નીના બગડી રહેલા સબંધોની ગંભીર માનસિક અસરો
વીડિયો ક્લિપમાં પ્રોફેસર સંપૂર્ણ દુલ્હનના પહેરવેશમાં દેખાય છે, જે રાજ્યના નદિયા જિલ્લામાં મકૌતમાં હરિનઘાટા કેમ્પસમાં વર્ગખંડની અંદર શૂટ કરવામાં આવ્યો હતો. પ્રોફેસરે દાવો કર્યો હતો કે આ એક સાયકો-ડ્રામા પ્રોજેક્ટના ભાગરૂપે ભજવાયેલું નાટક હતું, જેનું મંચન વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીની સંમતિથી કરવામાં આવ્યું હતું. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે નાટકનો એક ભાગ તેના એક સાથી દ્વારા તેને બદનામ કરવા અને તેની કારકિર્દીને બરબાદ કરવા જાણીજોઈને લીક કરવામાં આવ્યો હતો.
પ્રોફેસરે કહ્યું હતું કે તેની સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે તે કાનૂની કાર્યવાહી કરશે. હવે તમારી જાણ ખાતર જણાવી દઈએ કે મહિલા પ્રોફેસરને MAKAUT દ્વારા 29 જાન્યુઆરીએ રજા પર જવા માટે કહેવામાં આવ્યું હતું.
યુનિવર્સિટીના અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીએ પાંચ સભ્યની તપાસ પેનલની રચના કરી હતી, જેમાં તમામ મહિલા ફેકલ્ટી સભ્યોનો સમાવેશ થાય છે અને પેનલે તેના તારણોમાં આ ઘટનાને સાયકો-ડ્રામા પ્રોજેક્ટનો ભાગ હોવાના પ્રોફેસરના દાવાને નકારી કાઢ્યા હતા અને ઘટનાને ન્યાયી ઠેરવી હતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને