High Court aggravated  successful  Vadodara Harani Lake scandal; Ordered to instrumentality     punitive enactment   against whom?

અમદાવાદઃ વડોદરામાં હરણી તળાવ (Vadodara Boat Accident)માં બોટ ઊંધી વળતા 12 બાળક અને 2 શિક્ષકના મોત થયા હતાં. આ ઘટનામાં મૃતક બાળકોના પરિવારજનોને તંત્ર દ્વારા વળતર જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં મૃતક બાળકોના પરિવારજનોને બાળકોને રૂપિયા 31,75,700 તેમ જ બે મૃતક શિક્ષકને અનુક્રમે 16 લાખ અને 11 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની દરખાસ્ત વડોદરા કલેકટર (vadodara collector) દ્વારા કરવામાં આવી હતી. આ બાબતે કંપનીને પ્રતિભાવ આપવા માટે હાઇ કોર્ટે સમય આપી આગામી સુનાવણી તારીખ 17 એપ્રિલે મુકરર કરી હતી.

Also work : ગુજરાતમાં દર મહિને આશરે 4 લાખ લોકો લઈ રહ્યા છે રોપ-વેનો લાભ, રાજ્યમાં 3 સ્થળે ઉપલબ્ધ છે આ સુવિધા

વડોદરાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વી.કે. સાંબડેએ પોતાના હુકમમાં જણાવ્યું હતું કે, હાઈ કોર્ટ દ્વારા જાહેર હિતની અરજીના આધારે હરણી લેક ઝોનના કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટને 12 મૃતક બાળકોના પરિવારોને પરિવાર દીઠ 31,75,700 રૂપિયા તથા મૃતક શિક્ષિકા છાયાબેન સુરતીના પરિવારજનને 11,21,900 રૂપિયા અને મૃતક ફાલ્ગુની પટેલના પરિવારજનને 16,68,029 રૂપિયાનું વળતર જાહેર કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત અન્ય બે ઈજાગ્રસ્તો માટે 50-50 હજારના વળતરની જાહેરાત કરાઈ હતી. આ સિવાય અરજી દાખલ થયાથી વળતર મળ્યાના સમયગાળા માટે વાર્ષિક 9 ટકા વ્યાજ પણ આપવાનું રહેશે.

ગુજરાત હાઈ કોર્ટ દ્વારા હરણી બોટ દુર્ઘટના કેસમાં મૃતકોના પરિવારો અને ઇજાગ્રસ્તોને કોટિયા કંપની પાસેથી નાણાકીય વળતર મેળવવા માટે તેની રકમ નક્કી કરવા એક અધિકારીની નિમણૂક કરવાનો આદેશ વડોદરાના કલેકટરને આપ્યો હતો.

Also work : રાજકોટમાં દીકરીના લગ્નમાં પિતાએ આપ્યો એવો કરિયાવર આપ્યો કે લોકો જિંદગીભર યાદ રાખશે

હાઈ કોર્ટે કહ્યું હતું કે, પીડિતોને મોટર વ્હીકલ એક્ટ મુજબ વળતરની ગણતરી કરવાની રહેશે આ બાબતે પીડિતોએ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં પોતાની રજૂઆત કરવાની રહેશે અને સત્તા મંડળ દ્વારા વકીલ મારફતે નિયુક્ત અધિકારી સમક્ષ દરખાસ્ત કરવામાં આવશે કોટીયા પ્રોજેક્ટને પણ પોતાની રજૂઆત કરવાનો હક રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને