-ડૉ. પૂર્વી ગોસ્વામી

કચ્છના લોકો તેમના વતન પ્રેમ અને સંસ્કૃતિ પ્રેમ સાથે જટિલ રીતે જોડાયેલા છે. ભલે તેઓ કચ્છની ભૂમિથી દૂર બીજાં શહેરોમાં વસવાટ કરે, તેમ છતાં જ્યારે વાત તેમની માતૃભાષા કચ્છીની થાય છે, ત્યારે તેમની આંખોમાં અનોખી ચમક અને હૃદયમાં ઉત્સાહ છલકાય છે. કચ્છી ભાષા સાથે જોડાયેલા લોકોની લાગણીઓ જાણે ભવ્ય નદીના પ્રવાહની જેમ વહેતી રહે છે. આ લાગણીઓનો પ્રવાહ જો શબ્દો સ્વરૂપે મંડાય તો વિશેષ માહોલ અને સ્મૃતિઓ સર્જી દે છે. આવી જ અનૌપચારિકપણે થતી સાહિત્યિક ગતિવિધિઓએ ધ્યાન ખેંચ્યું છે.


Also read: સુખનો પાસવર્ડ: યાદ રાખીએ કે એક દિવસ અહીંથી વિદાય થવાનું છે…


કચ્છમાં રહેતા લોકોના તો આવા અનૌપચારિક સંગઠનો છે જે અનુકૂળતાએ ભેગા મળી વિવિધ પ્રવૃતિઓ દ્વારા કચ્છીયતને ઉજાગર કરતાં હોય છે. હમણાં થોડા સમયથી મુંબઈ રહેતા વિવિધ કચ્છીઓના મેળવડાની જાણ હરેશભાઈ ગડા દ્વારા થઈ. લખનારને આ અંગે મર્યાદિત માહિતી છે પરંતુ આ સૂકા મુલકને યાદ કરનારા લોકોનો વતનપ્રેમ જોઈને જ આજે લખવા જીવ પ્રેરાયો છે.

હિના ભેદાની પંક્તિઓની જેમ ‘હેજ઼, હુંભ ને હીંયારી જો ભેરપો, મિઠે માડૂએ જી રેયાણ રખાંતી’ ના ભાવથી ૪૦-૫૦ લોકોનું આ જૂથ. નામ પણ મજાનું બોલો; ‘આવો કવિઓ મળીએ’. આ જૂથે છેલ્લે દિવાળીની આસપાસના દિવસોમાં તીથલ-ગુજરાત ખાતે ભેગા મળી એક અનોખી સંગોષ્ઠિનું આયોજન કર્યું અને એ પહેલા મુંબઈમાં આવું આયોજન ગોઠવાયેલું, જેમાં નીવડેલાં અને નિવોદિતોએ કચ્છી તથા ગુજરાતી ભાષામાં પોતાના ભાવોને શબ્દરૂપે રજૂ કરવા અને ભાષાની જાહોજલાલી વધારવાનો સંકલ્પ કર્યો.

આવા આયોજનો સુખદ છે જે કુસુમ ગાલાના શબ્દોને સાર્થક કરે છે કે, ‘નિંઢે વડે કે પિંઢજા ગણીયાંતો, લાગણીયેંજીયૂં હડૂ઼ં બધીયાંતો. કેર કેડા઼ કઢે બોલ,તેંજી ચિંધા રખાં નતો.’ કે જ્યાં કચ્છી ભાષા છે, ત્યાં કચ્છીઓની લાગણીઓની ઉર્ધ્વગતિ થતી રહે છે.

ભુજમાં પણ આવું જ અલાયદું એક જૂથ ચાલે છે. જે ચોખ્ખી રીતે કચ્છી ભાષા માટે તો સમર્પિત નથી પરંતુ એ કચ્છીઓની સાહિત્યિક અનોખી પ્રવૃતિઓ ધ્યાન ખેંચે તેવી હોય છે જે નિવોદિતો માટે નક્કર પ્લેટફોર્મ સાબિત થયું છે. જેમાં એક શબ્દ પરથી, એક લીટી પરથી, એક ફકરા પરથી લઘુકથા સ્પર્ધા યોજીને સાહિત્ય સર્જનમાં નવીનતમ પ્રયોગો કરવામાં આવતા હોય છે.

જેમકે મારું ઘર ક્યાં?’ એક જ વાક્યને લઈને લઘુકથાનું સર્જન હોય કે પછી નવલિકાના પ્રસંગોચિત ફકરા પરથી વાર્તા બનાવવાની કવાયત. એટલું જ નહીં પણ વર્તમાનપત્રોમાં છપાયેલી વાસ્તવિક ઘટના પરથી કાલ્પનિક વાર્તાલેખનની સ્પર્ધાઓ તેની વિશિષ્ટતા છે.

કચ્છની મહિલાઓનો કાગળ અને કલમનો નાતો બાંધી રાખવાના સફળ પ્રયાસો છેલ્લાં સાત આઠ વર્ષથી આ જુથના ૪૦ થી ૫૦ જેટલા સભ્યો કરી રહ્યા છે જેના થકી કચ્છ જેવા સૂકા મલકમાં પણ સાહિત્યની અખૂટ ધારા વહી રહી છે. ‘કાવ્ય નિર્જરી’ કવિતા માટે અને ‘વાર્તાવિહાર સાહિત્ય સભા’ દ્વારા લઘુકથા, નવલિકાનું લેખન અને પઠન માટે સતત ચિંતન અને મનન કરતી તેમની કૃતિઓને રજૂ કરતાં પાંચ જેટલા સંકલિત પુસ્તકો પણ પ્રકાશિત કરી નાખ્યા છે.

પોતાને મૂળભૂત સંસ્કૃતિ સાથે જોડતા આવા કાર્યક્રમો કચ્છી ભાષાના મહત્ત્વ અને તેની અમરતા માટે મજબૂત પાયા બને છે.
ભાવાનુવાદ: કચ્છજા માડૂ ઇનીજે વતનપ્રેમલા આઉગી રીતે જુડલ ઐં. ભલે પોય ગમે તિતરો કચ્છનું પર્યા ઇનીજો વસવાટ હોય, પ જેર બાબોલી કચ્છીજી ગ઼ાલ હોય તેર ઇનીજી અખિંયેંમેં આઉગી રોનક નેં ધિલમેં ઉત્સાહ છલકાંધો હોયતો. કચ્છી ભાસા ભેરા જુડલ માડૂએંજી લાગણીયું જકાં નધિજે પ્રિવાહ વાંકે વેઇંધિ રેંતિ. નેં હી અગર સબધ સરુપે મંઢાજે ત ત સૂંઠો માહોલ સર્જાઇ વિઞેં.

ઍડી જ અનૌપચારિક ઢબસે થીંધલ સાહિત્યિક ગતિવિધિયું કિતક ધ્યાન ખેંચેત્યું. કચ્છમેં રોંધલ માડૂએં ભરાં ત કચ્છીયત કે સાચવેંલા ને ઉજવેલા રેયાણૂ કિઇક જાધ અચે જુકો અવારનવાર યોજાંધિ રેત્યું પ હેવર થોડ઼ે સમોનું મંભઇમેં જુકો રેયાણ થિયેત્યું તેંજી હરેશભા ગડ઼ા વટા ખિબર પિઇ. લખધલકે જજી માહિતી નાય પ હિન સુકે મુલકકે જાધ કરીંધલે જો વતનપ્રેમ ન્યારીને અજ઼ લેખ લખેલા જીવ લલચાણો આય.

ચારી- પંજા જણે જો ગ્રૂપ નેં નાંલો આય આવો કવિઓ મળીએ’. હિન ગ્રૂપ ડીયારી ટાણે તીથલ-ગુજરાત ખાતે ભેરા થિઇ આઉગી સાહિત્યિક બેઠક કિઇ હૂઇ ને હિન પેલા મંભઇમેં પ હેડ઼ો જ અયોજન ક્યો હો જેમેં જુના-ન્યા કવિ લેખક ભેરા થિઇ પિંઢજે ભાવકે વ્યક્ત કરે બાબોલીજી જાહોજલાલી વધારેજો સંકલ્પ ક્યો હો. હી આયોજન પાંજો રાજીપો વધારીયેતા જુકો કુસુમ ગાલાજે સબધકે સાર્થક કરીયેંતા, નિંઢે વડે કે પિંઢજા ગણીયાંતો, લાગણીયેંજીયૂં હડું બધીયાંતો. કેર કેડા઼ કઢે બોલ, તેંજી ચિંધા રખાં નતો.’ ક જિત કચ્છી ભાસા આય, તિત કચ્છીએંજી લાગણી ન્યાલ કરેતિ.

ભુજમેં પ હિકડ઼ો અલાયધો ગ્રૂપ આય જુકો ખાલી કચ્છી ભસાલા ત નાંય પ હિન કચ્છીએંજી સાહિત્યિક આઉગી પ્રવૃતિયેંસે ધ્યાન ખેંચેતો. જેમેં હિકડ઼ે, સબધ, હિકડ઼ે લીટી ક હિકડ઼ા ફકરેતાનું લઘુકથા સ્પર્ધા જેડ઼ા સાહિત્ય સરજનજા સૂંઠા પ્રિયોગ કરેમેં અચેંતા. મારું ઘર ક્યાં?’ જેડ઼ે, હિકડ઼ે જ વાક્ય મથાનું લઘુકથા ક નવલિકા લિખાજે ક કોક ફકરે મથાનું સજી વાર્તા લિખેજી કવાયત. ઇતરો જ નં છપેજી ઘટના મથાનું કાલ્પનિક વાર્તા લિખેજી સ્પર્ધાઓ ઇનીજી ખાસિયત આય.


Also read: મિજાજ મસ્તી : બધાં લઈ ગ્યા, અમે રહી ગ્યા: ‘કોલ્ડ-કોફી’ હોય કે ‘કોલ્ડ-પ્લે’…


કાગર નેં કલમનો નાતો નભાયજા હી પ્રિયાસ ચેલા સતઅઠ વરેંથી ચારી-પંજા ભેંણૂ કરીયેંત્યું જિન થકી કચ્છ જેડ઼ે સુકે મલકમેં પાંકે સાહિત્યજી નીરી ધારા વઇંધિ વે ઍડ઼ લગ઼ે. ‘કાવ્ય નિર્જરી’ કવિતા જો નેં ગદ્યજો ‘વાર્તાવિહાર સાહિત્ય સભા’ નાંલે હી બો ગ્રૂપ પિંઢજી ક્રુતિએંજી પંજ જિતરી ચોપડ઼ીયું છાપે વિધે આય. પિંઢકે મૂર સંસ્કૃતિ ભેરો બંધી રખેલા હી આયોજન પાયારુપ ઐં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને