વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૩૭૪ની આગેકૂચ, ચાંદી ₹ ૧૧૬૧ ગગડી

3 hours ago 2

મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે નીચા વ્યાજ દર અને મધ્ય પૂર્વનાં દેશોમાં વધી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતાં આજે વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં સોનામાં સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીના દબાણે ભાવ ૧.૧૬ ટકાના કડાકા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા. આમ વૈશ્ર્વિક અહેવાલોને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં પણ સપ્તાહના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૩થી ૩૭૪નો સુધારો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણે ભાવ કિલોદીઠ રૂ. ૧૧૬૧ ગગડી ગયા હતા.

સૂત્રોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય નફારૂપી વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ પાંખી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧૬૧ના ગાબડા સાથે રૂ. ૮૮,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૮૭,૭૫૬ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું. જેમાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭૩ વધીને રૂ. ૭૪,૧૬૯ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૭૪ વધીને રૂ. ૭૪,૪૬૭ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી રોકાણકારો અને સ્ટોકિસ્ટોની લેવાલી છૂટીછવાઈ રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહી હતી. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવામાં આવતા ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાથી તેમ જ મધ્ય પૂર્વના દેશોમાં પ્રવર્તી રહેલા તણાવને કારણે સોનામાં સલામતી માટેની માગ જળવાઈ રહેતા આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૦.૦૭ ટકા વધીને ઔંસદીઠ ૨૬૨૩.૮૪ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૦૩ ટકા વધીને ઔંસદીઠ ૨૬૪૬.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે ૧.૧૬ ટકા તૂટીને ઔંસદીઠ ૩૦.૭૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. ફેડરલ રિઝર્વે ૫૦ બેસિસ પૉઈન્ટની બમ્પર કપાત સાથે હળવી નાણાનીતિના સંકેતો આપ્યા હોવાથી હવે વિશ્ર્લેષકોનું માવુ છે કે આ વર્ષના અંત સુધીમાં ફેડરલ વ્યાજદરમાં ૧૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકશે. સામાન્યપણે નીચા વ્યાજદરના સંજોગોમાં રોકાણકારોની સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં લેવાલી રહેતી હોય છે. જોકે, હવે રોકાણકારોની નજર આ સપ્તાહ દરમિયાનના ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલના વક્તવ્ય પર તેમ જ આગામી શુક્રવારે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ છે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article