વોટબેંકના રાજકારણથી દૂર રહું છું: પીએમ મોદી

2 hours ago 1

નવી દિલ્હી: વોટ બેંકને ખુશ કરવા માટે યોજનાઓ તૈયાર કરવા માટે અગાઉની સરકારો પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકારનો હેતુ વોટ બેંકના રાજકારણથી માઈલો દૂર છે અને તે લોકો દ્વારા લોકો માટે અને લોકોની પ્રગતિના મંત્ર સાથે આગળ વધી રહી છે.

એક લીડરશીપ સમિટમાં મુખ્ય વક્તવ્ય આપતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે અગાઉની સરકારો દ્વારા કરવામાં આવેલી વોટ બેંકની રાજનીતિને કારણે સૌથી મોટું નુકસાન એવું થયું છે કે દેશમાં અસંતુલિત અસમાનતાનું પ્રમાણ સતત વધી રહ્યું છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના વહીવટથી સરકારમાં લોકોનો વિશ્વાસ પુન:સ્થાપિત થયો છે.

90ના દાયકાના સમયગાળાને યાદ કરતા તેમણે કહ્યું હતું કે જ્યારે ભારતમાં 10 વર્ષમાં પાંચ ચૂંટણીઓ થઈ હતી, મોદીએ કહ્યું કે દેશમાં ખૂબ અસ્થિરતા હતી.

આ પણ વાંચો: મતદાન મથકો જીતવા પર ધ્યાન કેન્દ્રિત કરો: પીએમ મોદીનો ભાજપના કાર્યકરોને મંત્ર…

તે સમયે નિષ્ણાતો, અખબારોમાં લખનારા લોકોએ આગાહી કરી હતી કે ભારતે આ રીતે જીવવું પડશે, ભારતમાં બધું આ રીતે ચાલશે. પરંતુ ભારતના નાગરિકોએ ફરી એકવાર આવા નિષ્ણાતોને ખોટા સાબિત કર્યા છે, એમ તેમણે કહ્યું હતું.
વિશ્વભરમાં અનિશ્ર્ચિતતા અને અસ્થિરતાની ચર્ચા થઈ રહી છે અને દરેક ચૂંટણીમાં ઘણા દેશોમાં સરકાર બદલાતી જોવા મળી રહી છે તેની નોંધ લેતા મોદીએ ધ્યાન દોર્યું કે આવા સમયે ભારતના લોકોએ ત્રીજી વખત તેમની સરકારને પસંદ કરી છે.
‘પહેલાં આપણે વારંવાર એક વાક્ય સાંભળતા હતા સારું અર્થશાસ્ત્ર એ ખરાબ રાજકારણ છે,’ નિષ્ણાતો તરીકે ઓળખાતા લોકો તેનો ખૂબ પ્રચાર કરતા હતા. પરંતુ અગાઉની સરકારોને આનાથી નિષ્ક્રિય બેસી રહેવાનું બહાનું મળતું હતું. એક રીતે, તે ખરાબ શાસન, બિનકાર્યક્ષમતાને ઢાંકવાનું માધ્યમ બની ગયું હતું, એમ મોદીએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે 2014માં દેશનું કેન્દ્રીય બજેટ 16 લાખ કરોડની આસપાસ હતું તે આજે 48 લાખ કરોડ પર પહોંચી ગયું છે. કેપિટલ એક્સપેન્ડિચર (મૂડીલક્ષી ખર્ચ) રૂ. 11 લાખ કરોડની આસપાસ છે અને તે નવી સ્કૂલો, સંશોધન સંસ્થાનો અને રેલવે ક્ષેત્ર પર ખર્ચ કરવામાં આવી રહ્યા છે. જનતાના નાણાંની પણ બચત થઈ રહી છે. અમારી સરકારનું વલણ છે કે જનતા માટે વધુ ખર્ચ કરો અને જનતા માટે જ વધુ બચત કરો.

આ પણ વાંચો: ઝાંસી હોસ્પિટલમાં આગ: PM મોદી, CM આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો, વળતરની જાહેરાત કરી

એક સમય હતો જ્યારે એલપીજી સિલિન્ડર ઘણા લોકો માટે એક સપનું હતું. સરકાર આ મુદ્દે ચર્ચા કરતી હતી. અમારી સરકારે દરેક ઘરને ગેસ જોડાણ આપવાનું પ્રાધાન્ય રાખ્યું હતું. 2014માં દેશમાં 14 કરોડ ગેસ જોડાણ હતા તે વધીને અત્યારે 30 કરોડ થઈ ગયા છે. હવે ગેસની અછતની વાત ક્યારેય સાંભળવા મળતી જ નથી.

અગાઉ, સરકાર માત્ર આગામી ચૂંટણી જીતવા માટે ચલાવવામાં આવતી હતી અને તે વોટ બેંકને ખુશ કરવા માટે બનાવવામાં આવેલી યોજનાઓ સાથે ચૂંટણી જીતવા માટે એક વોટ બેંક તૈયાર કરવામાં આવી હતી, એમ તેમણે કોંગ્રેસની આગેવાની હેઠળની ભૂતકાળની સરકારો પર કટાક્ષ કરતા જણાવ્યું હતું.

આ પ્રકારની રાજનીતિથી સૌથી મોટું નુકસાન એ હતું કે દેશમાં અસંતુલિત અસમાનતાનું પ્રમાણ સતત વધતું ગયું. વિકાસના બોર્ડ લગાવવામાં આવ્યા તો હતા, પરંતુ દેખાતા ન હતા. આ મોડેલે સરકારમાં જનતાનો વિશ્વાસ તોડ્યો હતો. આજે અમે તે વિશ્વાસ પુન:સ્થાપિત કર્યો છે, એમ મોદીએ કહ્યું હતું.

અમે સરકારનો હેતુ નક્કી કર્યો છે. મતબેંકની રાજનીતિથી આ હેતુ હજારો માઈલ દૂર છે. અમારી સરકારનું ઉદ્દેશ વિશાળ, વ્યાપક છે, એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

મોદીએ કહ્યું કે તેમની સરકારનો હેતુ નવા ભારતનું નિર્માણ કરવાનો છે, દેશને વિકસિત બનાવવાનો છે.

મુંબઈ પર થયેલા 26/11ના આતંકવાદી હુમલાને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે હવે સમય બદલાઈ ગયો છે અને હવે આતંકવાદીઓ તેમના ઘરમાં અસુરક્ષિત હોવાની લાગણી ધરાવતા થઈ ગયા છે. તેમણે કહ્યું હતું કે આ સેમિનારમાં 26/11ના આતંકવાદી હુમલા સંબંધી અહેવાલો જોવા મળ્યા હતા. એ એવો સમય હતો જ્યારે પાડોશી દેશ દ્વારા પ્રાયોજિત આતંકવાદને કારણે લોકોને ઘરમાં પણ અસુરક્ષા લાગી રહી હતી.

તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે કાશ્મીરના ભારતમાં વિલીનીકરણના અહેવાલો પણ એક્ઝિબિશનમાં જોવા મળ્યા હતા અને ત્યારે તેમને ઓક્ટોબર-1947માં લોકોએ અનુભવી હતી તેવી જ લાગણી થઈ હતી. અત્યારે મને પ્રતિત થાય છે કે કેવી રીતે અનિર્ણાયકતાએ કાશ્મીરને સાત દાયકા સુધી હિંસા ગ્રસ્ત છોડી દીધું હતું. કાશ્મીરમાં વિક્રમી મતદાનના અહેવાલો જોઈને મને સારું લાગ્યું.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article