શિક્ષણની સંસ્થાઓ નથી રહી સુરક્ષિતઃ ફરી વિદ્યાર્થિનીની સતામણીનો કિસ્સો

2 hours ago 1
Student sexually harassed successful  coaching people  successful  Virar representation by tha daly star

અમદાવાદઃ શૈક્ષણિક સંસ્થાઓમાં નાના ભૂલકાંઓથી માંડી મોટા યુવક યુવતીઓ જાતીય સતામણીનો ભોગ બને છે. કમનસીબે યુવકો સાથે થતી ઘટનાઓ એટલી બહાર આવતી નથી, પરંતુ યુવતીઓ સાથે થતી ઘટનાઓ ચિંતા જગાવનારી છે.

તાજેતરમાં ગુજરાતમાં પણ આવી ઘટનાઓ સતત બહાર આવી રહી છે. પોલીસ ચોપડે તાજેતરમાં નોંધાયેલી ઘટનામાં ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સાંજના સમયે કેટલીક વિદ્યાર્થિનીઓ આઈએએસ ટ્રેનિંગ સેન્ટરથી નીકળીને લાઈબ્રેરી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બહારના એક યુવકે વિદ્યાર્થિનીઓ સાથે બિભત્સ હરકતો કરી હતી અને જેમાંથી એક વિદ્યાર્થિનીને નજીક બોલાવીને છેડતી કરી હતી. આ મુદ્દે વિદ્યાર્થીઓ ભારે રોષે ભરાયા હતા. એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ કુલપતિ ઓફિસમાં પહોંચી ગયા હતા અને પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી હતી.

તાજેતરમાં જ રાજકોટની મારવાડી યુનિવર્સીટી કેમ્પસની હોસ્ટેલમા રહેતી એક વિદ્યાર્થિનીનો અન્ય આપત્તિજનક વીડિયો ઉતારીને વાયરલ કરાતા મામલો ગરમાયો હતો. હવે ગુજરાત યુનિવર્સિટીમાં બનેલી ઘટનાએ કેમ્પસમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઊભા કર્યા છે.

આ ઘટનાની જાણ થતાં એનએસયુઆઈના કાર્યકરો કુલપતિ ઓફિસમાં પહોંચી ગયા હતા અને વિદ્યાર્થિનીને જાણી જોઈને યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા ત્યાંથી દૂર કરીને કોઈ પોલીસ કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. પોલીસે યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું જણાવ્યું હતું. જોકે વિદ્યાર્થી સંગઠને આક્ષેપ કર્યો હતો કે વર્ષોથી એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને આવી ઘટનાઓ બાદ પણ કડક પગલાં લેવાતા નથી

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article