નવી દિલ્હી: વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધીએ પેટા ચૂંટણી જીતીને સંસદમાં પોતાની એન્ટ્રી કરાવી છે. અત્યાર સુધી કોંગ્રેસ માટે રણનીતિ અને પ્રચારની કમાન સાંભળનાર પ્રિયંકા ગાંધીએ પેલી જ ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરી છે.
કોંગ્રેસ પાર્ટી માટે પણ પ્રિયંકાની જીત ઘણી જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ત્યારે આવતીકાલ 25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થઈ જવા રહ્યું છે, ત્યારે પ્રિયંકા સાંસદ બનીને સંસદ ગજવશે તે નિશ્ચિત મનાય રહ્યું છે.
આ જીત બાદ ગાંધી પરિવારના ત્રણ સભ્યો એકસાથે સંસદમાં બેસવાના છે. આ પહેલીવાર હશે જ્યારે ગાંધી પરિવારના ત્રણ સભ્યો રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી સંસદમાં પોતાની હાજરી નોંધાવશે.
આ જીત કોંગ્રસ અને પ્રિયંકા ગાંધી બંને માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તેના અનેક કારણો છે. જેમાં મુખ્ય પાંચ કારણો ખૂબ જ મહત્વના માનવામાં આવી રહ્યા છે.
આપણ વાંચો: Wayanad by predetermination result: વાયનાડમાં પ્રિયંકા ગાંધીનું જીત લગભગ નક્કી, આટલા મતોની લીડ
વ્યક્તિગત રાજનીતિક બ્રાન્ડને મજબૂતી
સંસદમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીથી તેની વ્યક્તિગત રાજનીતિક બ્રાન્ડને પણ મજબૂતી મળી છે, તો બીજી તરફ તેમની જીત તેમને કોંગ્રેસના ભવિષ્ય માટે પણ ગેમચેન્જર સ્થાપિત કરી બતાવશે. હવે પાર્ટીમાં તેમનું કદ વધુ વિસ્તરશે અને પાર્ટીમાં મહત્વપૂર્ણ નિર્ણયોમાં તેમની સલાહ ઘણી મહત્વપૂર્ણ બની રહેશે.
સંસદમાં કોંગ્રેસનો મજબૂત અવાજ
વાયનાડની જીત પ્રિયંકા ગાંધી માટે અવસરની સાથે જ એક પડકાર પણ બનશે. રાજનીતિક બાબતોની ચર્ચાની સાથોસાથ હવે સંસદમાં પોતાની ઉપસ્થિતિ મજબૂતી સાથે નોંધાવશે.
જો કે તેનો સીધો ફાયદો કોંગ્રેસને મળી રહેશે, કારણ કે હવે રાહુલ ગાંધીની સાથે સાથે પ્રિયંકા પણ સંસદમાં કોંગ્રેસનો મજબૂત અવાજ બનશે. પ્રિયંકા ગાંધીના મુદ્દાઓની રજૂઆત ખૂબ જ સરળ અને સ્પષ્ટ હોય છે, આથી ભાજપની નીતિઓ અને યોજનાઓને ટક્કર આપશે. કોંગ્રેસનું સ્ટેન્ડ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
આપણ વાંચો: Wayanad by election: પ્રિયંકા ગાંધી વાયનાડમાં જીત મેળવી શકશે?, જાણો અપડેટ
કોંગ્રેસ કઈ રીતે લેશે લાભ
આ સાથે સંસદમાં પ્રિયંકા ગાંધીની ઉપસ્થિતી કોંગ્રેસ કઈ રીતે ફાયદો લેવા માંગે છે તેના પર પણ ધ્યાન આપવું પડશે. પ્રિયંકા ગાંધીએ અત્યારસુધી સંગઠનને મજબૂત કરવામાં પોતાની અગત્યની ભૂમિકા ભજવી છે. જ્યારે હવે પાર્ટીએ તેને મેદાનમાં ઉતારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. લોકસભામાં રાહુલ ગાંધીની હાજરીમાં પ્રિયંકા ગાંધીની હાજરી પણ કોંગ્રેસને ઘણી મજબૂતી આપશે.
વિપક્ષની રાજનીતિને મળશે નવું સ્વરૂપ
ભાજપનું બહુમત ધરાવતી સંસદમાં પ્રિયંકાની હાજરી નિઃશંકપણે વિપક્ષી રાજનીતિને એક નવું સ્વરૂપ આપશે. તે કોંગ્રેસ માટે અર્થપૂર્ણ પરિવર્તન લાવી શકશે કે કેમ તે જોવાનું રહ્યું. હાલમાં, વાયનાડને ચોકે ઉભેલી કોંગ્રેસ પાર્ટી માટે એક સીમાચિહ્નરૂપ અને માઈલસ્ટોન તરીકે ખડા થયેલા છે.
આપણ વાંચો: વાયનાડ પેટાચૂંટણીઃ ત્રીજીથી પ્રિયંકા ગાંધી પ્રચાર અભિયાનની શરૂઆત કરશે…
કોંગ્રેસ માટે બનશે મહિલા ચહેરો
કોંગ્રેસ પાર્ટી પાસે સંસદમાં કોઈ મુખ્ય મહિલા ચહેરો નથી, જેને પૂર્ણ કરવામાં પ્રિયંકા ગાંધી મહત્વની ભૂમિકા ભજવવાના છે. પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશમાં ‘લડકી હું લડકા શક્તિ હૂં’નું સૂત્ર આપ્યું હતું અને કોંગ્રેસની મહિલા પાંખને મજબૂત કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે જોવાનું એ રહેશે કે તે સંસદમાં પાર્ટીને કેવી રીતે મજબૂત કરી શકે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને