નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સતત વધી રહેલું વાયુ પ્રદુષણ લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક બની રહ્યું છે. વધતા પ્રદુષણને અટકાવવા માટે GRAP-4 લાગુ કરવામાં આવ્યું છે, શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. દિલ્હીની સ્થિતિ પર કોંગ્રેસ નેતા શશી થરૂરે ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમણે X પર એક પોસ્ટ કરીને કહ્યું કે શું હવે દિલ્હી રાજધાની હોવી જોઈએ?
X પર પોસ્ટમાં ગુસ્સો વ્યક્ત કર્યો: X પરની એક પોસ્ટમાં શશી થરૂરે દુનિયાના કેટલાક દેશોની યાદી બતાવી છે, જેમાં દિલ્હીને સૌથી પ્રદૂષિત શહેર ગણાવ્યું. તેમણે લખ્યું કે દિલ્હી સત્તાવાર રીતે વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે. અહીંની હવાની ગુણવત્તા 4 ગણી ખતરનાક છે અને દિલ્હી આ યાદીના બીજા સૌથી પ્રદૂષિત શહેર ઢાકા કરતાં લગભગ પાંચ ગણું વધુ પ્રદૂષિત છે. આપણી સરકાર વર્ષોથી આ જોઈ રહી છે અને તેના વિશે કંઈ કરતી નથી.
Also read:
શશિ થરૂરે આગળ લખ્યું કે મેં 2015 થી સાંસદો સહિત નિષ્ણાતો અને હિતધારકો માટે એર ક્વોલિટી રાઉન્ડ ટેબલ ચલાવ્યું છે, પરંતુ ગયા વર્ષે તે બંધ કરી દીધું કારણ કે કંઈ બદલાયું નથી અને કોઈએ તેની પરવા કરી નથી. આ શહેર નવેમ્બરથી જાન્યુઆરી સુધી રહેવા માટે યોગ્ય નથી. બાકીના દિવસોમાં પણ જીવવું મુશ્કેલ છે.
Also read:
તેમણે ખૂબ જ ગંભીર પ્રશ્ન પૂછ્યો છે કે શું દિલ્હી દેશની રાજધાની હોવી જોઈએ. હવાની ગુણવત્તા માપતા મોટાભાગના મોનિટરિંગ સ્ટેશનોએ મંગળવારે સવારે AQI 500-માર્ક (ગંભીરથી વધુ) પર પહોંચ્યો હતો. સતત સાતમા દિવસે શહેરમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. શહેરનો AQI સોમવારે 494, રવિવારે 441 અને શનિવારે 417 હતો.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને