Russia Ukraine War: રશિયા-યુક્રેન યુદ્ધને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધ મામલે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરવા તૈયાર છે.
પુતિનના પ્રવક્તાને મીડિયા બ્રીફિંગમાં જ્યારે પૂછવામાં આવ્યું કે, શું અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ સાથે વાત કરવાની પુતિનની ઈચ્છા તેની માંગ બદલાઈ હોવાનું સૂચવે છ? જેનો જવાબ આપતાં તેમણે કહ્યું, રાષ્ટ્રપતિ પુતિને ક્યારેય નથી કહ્યું કે વિશેષ સૈન્ય અભિયાનનું લક્ષ્ય બદલાઈ રહ્યું છે. ઉપરાંત તેમણે વારંવારં કહ્યું છે કે આ માંગ નહીં બદલાય.
પુતિને થોડા મહિના પહેલા યુદ્ધની સમાપ્તિ માટે તેની કેટલીક શરતો રાખી હતી. જેમાં યુક્રેન સૌથી પહેલા નાટો મહત્વાકાંક્ષા છોડવી પડશે તેવી હતી. ઉપરાંત રશિયા દ્વારા કરવામાં આવેલા ચાર ક્ષેત્રોમાંથી તેની સેના પરત લેવી પડશે તેવી હતી. પરંતુ યુક્રેન આ શરત ફગાવી ચૂક્યું છે.
રશિયાની આ શરતો પર પ્રતિક્રિયા આપતાં ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, આવું કરવું મૉસ્કો સામે આત્મસમર્પણ કરવા બરાબર હશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયા પર એક વિજય યોજના બનાવી છે, જેમાં પશ્ચિમથી વધારાનું સૈન્ય સમર્થન મળે તેવી વિનંતી કરી હતી.
ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે યુક્રેન માટે અમેરિકન સૈન્ય અને વધારાની નાણાંકીય સહાય આપવાની આલોચના કરી હતી. તેમણે કહ્યું હતું કે, જો સત્તામાં આવશે તો 24 કલાકની અંદર યુદ્ધ સમાપ્ત કરી શકે છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ ઝેલેન્સ્કીએ તેમને અભિનંદન પાઠવીને કહ્યું કે, અમેરિકા યુદ્ધ જલદી ખતમ કરવાની યોજના કેવી રીતે બનાવી રહ્યું છે તે ખબર નથી.
પુતિને ટ્રમ્પને આપ્યા હતા જીતના અભિનંદન
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પની જીત બાદ પુતિને પણ તેમને અભિનંદન આપ્યા હતા. જુલાઈમાં જ્યારે ટ્રમ્પ પર ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે તેની સામે સાહસ બતાવવા માટે પુતિને પ્રશંસા કરીને કહ્યું હતું કે મૉસ્કો તેમની સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે કહ્યું, ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવાની કોશિશ અંગે જે ટિપ્પણી કરી તે ધ્યાન આપવા લાયક હતી.