"Indian banal  marketplace  graph showing upward trend, Nifty crosses 25000"

મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી ભારતીય શેરબજારમાં ઉથલપાથલ (Indian Stock Market) જોવા મળી રહી છે, બજેટ અને ટ્રમ્પના ટેરીફ લગાવવાના નિર્ણયને કારણે બજારમાં ઘટાડો નોંધાયો હતો. એવામાં આજે શેર બજારે આળસ મરડી હોય એવું લાગે છે. આજે મંગળવારે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું.

Also work : નાણા પ્રધાને Budgetનું ભાષણ પૂરું કર્યું અને મુંબઈ શેરબજારના શું થયા હાલ, જાણો?

બોમ્બે સ્ટોક એક્ષચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) 396.61 પોઈન્ટના વધારા સાથે 77,583.35 પોઈન્ટ પર ખુલ્યો. નેશનલ સ્ટોક એક્ષચેન્જના નિફ્ટી (NSE NIFTY) 139.95 પોઈન્ટના વધારા સાથે 23,501 પોઈન્ટ પર ખુલ્યો.

ટ્રમ્પના નિર્ણયની અસર:

ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો પર ટેરીફ લગાવવાનો નિર્ણય એક મહિના માટે મુલતવી રાખ્યા બાદ ટ્રેડ વોર ટળવાના સંકેતો દેખાયા છે, જેનો અસર દુનિયાભરના બજાર પર જોવા મળી રહી છે. ભારતીય બજારમાં પણ રિકવરી જોવા મળી છે. આ સાથે રૂપિયામાં પણ સુધારો જોવા મળ્યો છે.

આ શેર્સમાં વધારો:

ઝોમેટો, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, ICICI બેંક, મારુતિ, ITC, ઇન્ડસઇન્ડ બેંક વગેરેમાં સારો એવો વધારો જોવા મળ્યો છે. પાવર ગ્રીડ, ITC હોટેલ્સના શેરોમાં ઘટાડો નોંધાયો છે.

Also work : બજેટ પહેલાં કેવી છે શેરબજારની ચાલ? જાણો કયા શેરમાં જોવા મળી તેજી

NSEના 12 સેક્ટરમાંથી 11 સેક્ટર્સમાં વધારો નોંધાયો છે જ્યારે એક સેક્ટરમાં ઘટાડો નોંધાયો છે. શરૂઆતના કારોબારમાં નિફ્ટી FMCGમાં મોટો ઘટાડો નોંધાયો, જ્યારે NSE નિફ્ટી મેટલમાં અન્ય સેક્ટર કરતા વધુ વધારો નોંધાયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને