sensex surges implicit    1000 points nifty rallies

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં અણધારી રીતે સતત સાત દિવસની નબળાઈ બાદ ૧૦૦૦ પોઈન્ટનો જોરદાર ઉછાળો જોવા મળ્યો છે અને માર્કેટ કેપમાં રૂપિયા છ લાખ કરોડની જમ્પ નોંધાઈ છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેકસમાં 1000 પોઇન્ટથી વધુનો ઉછાળો છે અને નિફ્ટી 24,650 પોઇન્ટની ઉપર છે. બજારમાં જોરદાર અફડાતફડી પણ ચાલી રહી છે. અલબત આગળ જતાં આંકડા બદલાતા રહેશે, પરંતુ નિષ્ણાતો માને છે કે હાલ કોઈ મજબૂત ટ્રિગર મોજૂદ નથી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલી અને કોર્પોરેટ કમાણી સહિતના નેગેટિવ ફેક્ટર હજુ પણ નમોજુદ છે.


Also read: ડૉલરમાં તેજી અટકતા વિશ્વ પાછળ સોનામાં રૂ. ૧૦૬૯નું અને ચાંદીમાં રૂ. ૨૧૮૬નું બાઉન્સબૅક


તાજેતરના પાછલા સત્રોમાં બેન્ચમાર્ક સહિતના મોટાભાગના શેર આંક કરેકશન મોડમાં નેગેટિવ ઝોનમાં સરકી ગયા બાદ ટૂંકા ગાળાની રાહત રેલીને આધારે મંગળવારે ભારતીય શેરોમાં ઊંચા મથાળે આગળ વધ્યા હતા. આજે તમામ 13 મુખ્ય સેક્ટર્સમાં સુધારો જોવા મળ્યો છે. વ્યાપક બજારમાં પણ સારી લેવાલી જોવા મળી છે. વધુ સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલ અને મિડ કેપ્સ શેરો અનુક્રમે આશરે 1.4%થી અને એક ટકા સુધી વધ્યા હતા.


Also read: Stock Market : શેરબજારમાં તેજી, સેન્સેકસમાં 725 પોઇન્ટનો ઉછાળો


ડોલરનો સતત આઉટફ્લો અને નબળી કોર્પોરેટ કમાણીની ચિંતા વચ્ચે બીએસઈ સેન્સેક્સ સોમવારે નકારાત્મક ક્ષેત્રમાં પ્રવેશ્યો હતો. નોંધવું રહ્યું કે, નિફ્ટી 50, જે 13 નવેમ્બરના રોજ કરેક્શનમાં સરકી ગયો હતો, તેણે અગાઉના સત્રમાં 20 મહિનાથી વધુમાં તેની સૌથી લાંબી ખોટનો દોર નોંધાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને