Hit and tally  successful  Surat's Varachha, 2  sisters riding a moped were deed  by a dumper, 1 miss  died

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: ભાણેજના નિધનને પગલે શોક વ્યક્ત કરવા બહેનના ઘરે ગયેલા ઘાટકોપરના યુવાન માટે એ ‘અંતિમ યાત્રા’ સાબિત થઈ હતી. કાંદિવલીથી સ્કૂટર પર પાછા ફરતી વખતે ગોરેગામ નજીક હિટ ઍન્ડ રનના કેસમાં યુવાને જીવ ગુમાવ્યો હતો. પોલીસે ઘટના બાદ ફરાર કાર ડ્રાઈવરની શોધ હાથ ધરી હતી.

Also work : નવી મુંબઈમાં એનસીબીનો સપાટો, 200 કરોડ રુપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું

દિંડોશી પોલીસના જણાવ્યા મુજબ ગુરુવારના મળસકે બે વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ રમેશ જોરે (36) તરીકે થઈ હતી. રમેશ તેના ભત્રીજા નરેશ (18) સાથે કાંદિવલીના ઈરાની વાડી પરિસરમાં રહેતી બહેનના ઘરે બુધવારની રાતે ગયો હતો.

પોલીસ ફરિયાદમાં નરેશે જણાવ્યું હતું કે ફુઈની દીકરીનું નિધન થયું હોવાથી શોક વ્યક્ત કરવા તે કાકા રમેશ સાથે તેના સ્કૂટર પર ગયો હતો. કાંદિવલીથી મધરાતે એક વાગ્યાની આસપાસ ઘરે પાછા જવા બન્ને સ્કૂટર પર નીકળ્યા હતા. બે વાગ્યાની આસપાસ સ્કૂટર ગોરેગામ પૂર્વમાં દિંડોશી ફ્લાયઓવર પર પહોંચ્યું ત્યારે પાછળથી આવેલી કારે સ્કૂટરને ટક્કર મારી હતી.

સ્કૂટર પરથી ફંગોળાયેલા નરેશને તમ્મર આવી ગયાં હતાં અને તે બેભાન થઈ ગયો હતો. તે ભાનમાં આવ્યો ત્યારે જોગેશ્ર્વરીની ટ્રોમા કૅર હૉસ્પિટલમાં હતો અને પોલીસ અધિકારી તેની નજીક ઊભા હતા. નરેશે કાકા રમેશ અંગે પૂછ્યું ત્યારે પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતમાં રમેશ ગંભીર રીતે ઘવાયો હતો. હૉસ્પિટલમાં લવાયો ત્યારે તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

Also work : દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ અવોર્ડ્સના નામે સરકાર અને બેંકો સાથે છેતરપિંડીના કેસમાં એફઆઈઆર

દરમિયાન સ્કૂટરને ટક્કર મારી કાર ડ્રાઈવર તેમને તબીબી મદદ પૂરી પાડવાને બદલે કાર સાથે ફરાર થઈ ગયો હતો. કારને ઓળખી કાઢવા માટે પોલીસ હાઈવે પર લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને