Sanju Samson breaks Rohit Sharma T20 record Credit : News18

IND vs BAN, 3rd T20: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચની સીરિઝની અંતિમ ટી20 હૈદારાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મેચમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમારે ટોસ જીતીને બેટિંગનો ફેંસલો કર્યો હતો. ભારતે 13.4 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 196 રન બનાવી લીધા છે. સંજુ સેમસને માત્ર 40 બોલમાં 100 રન ફટકાર્યા હતા. આ તેના ટી20 આંતરરાષ્ટ્રીય કરિયરની પ્રથમ સદી હતી. સદી દરમિયાન તેણે રોહિત શર્માનો મોટો રેકોર્ડ તોડ્યો હતો. સંજુ સેમસન 47 બોલમાં 111 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને આઉટ થયો હતો. તેણે પોતાની આ ઇનિંગમાં 8 સિક્સર અને 11 ફોર મારી હતી.

આ પણ વાંચો : રિષભ પંતની મિડનાઈટ પોસ્ટે મચાવ્યો ઈન્ટરનેટ પર ખળભળાટ

T20I માં ભારત માટે એક ઓવરમાં સૌથી વધુ રન

સેમસને રિશાદ હોસનની ઓવરમાં સળંગ 5 સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 30 રન આવ્યા હતા. જેની સાથે તેણે રોહિત શર્માને પાછળ રાખી દીધો હતો. રોહિત શર્માએ આ વર્ષે સેન્ટ લુસિયામાં મિશેલ સ્ટાર્કની ઓવરમાં 30 રન બનાવ્યા હતા.

36 યુવરાજ સિંહ વિ સ્ટુઅર્ટ બ્રોડ (ઈંગ્લેન્ડ)ડરબન2007
36 રોહિત શર્મા અને રિંકુ સિંઘ વિ કરીમ જનાત અફઘાનિસ્તાન, બેંગલુરુ2024
30 રૂતુરાજ ગાયકવાડ અને તિલક વર્મા વિ ગ્લેન મેક્સવેલ ઓસ્ટ્રેલિયા, ગુવાહાટી2023
30 સંજુ સેમસન વિ રિશાદ હુસેન બાંગ્લાદેશ, હૈદરાબાદ2024
29 રોહિત શર્મા વિ મિશેલ સ્ટાર્ક ઓસ્ટ્રેલિયા, સેન્ટ લુસિયા, 2024

સૌથી ઝડપી T20I સદી

35 બોલડેવિડ મિલર (SA) vs બાંગ્લાદેશPotchefstroom2017
35 બોલરોહિત શર્મા (IND) વિ શ્રીલંકાઇન્દોર2017
39 બોલજોહ્નસન ચાર્લ્સ (WI) vs સાઉથ આફ્રિકાસેન્ચુરિયન2023
40 બોલસંજુ સેમસન (IND) વિ બાંગ્લાદેશહૈદરાબાદ2024
42 બોલહઝરતુલ્લા ઝાઝાઈ (AFG) વિ આયર્લેન્ડદેહરાદૂન2019
42 બોલલિયામ લિવિંગસ્ટોન (ENG) વિ પાકિસ્તાનટ્રેન્ટ બ્રિજ2021

બાંગ્લાદેશ સામેની ટી-20 સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી ચૂકેલી ટીમ ઇન્ડિયાએ અહીં ત્રીજી અને છેલ્લી મૅચમાં ટૉસ જીત્યા બાદ બૅટિંગ પસંદ કરી હતી. કૅપ્ટન સૂર્યકુમાર યાદવે પહેલા બૅટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ‘હૅપી દશેરા’ કહીને સૌને હૈદરાબાદના મેદાન પરથી શુભેચ્છા પાઠવી હતી. ઇલેવનમાં પેસ બોલર અર્શદીપ સિંહના સ્થાને વધારાના સ્પિનર તરીકે રવિ બિશ્નોઈને ટીમમાં સમાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો : બુમરાહ ન્યૂ ઝીલૅન્ડ સામે વાઇસ-કૅપ્ટન, પણ ઑસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટમાં કૅપ્ટન?

ભારતની પ્લેઇંગ ઇલેવનઃ સૂર્યકુમાર યાદવ, સંજુ સૅમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, નીતિશ કુમાર રેડ્ડી, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, રિન્કુ સિંહ, વૉશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ અને મયંક યાદવ