Rahul Priyanka's convoy stopped astatine  Gazipurborder Sambhal violence (Praveen Negi, EPS)

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના સંભલ શહેરની જામા મસ્જીદમાં સર્વે દરમિયાન થયેલી હિંસામાં લઘુમતી સમુદાયના 4 યુવકોના મોત (Sambhal Violence) થયા હતાં, ત્યાર બાદ શહેરમાં તાણવનો માહોલ છે. પ્રસાશને બહારના લોકોને જીલ્લામાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે. એવામ આજે સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) સંબલની મુલાકત લેવા જઈ રહ્યા છે. પોલીસ પ્રશાસને તેમના કાફલાને ગાઝીપુર બોર્ડર પર રોકી દીધો હતો.

રાહુલ અને પ્રિયંકા ગાંધી હિંસા પીડિત પરિવારોને મળવા ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અન્ય પાંચ સાંસદો સાથે બુધવારે સંભલની મુલાકાત લેવા નીકળ્યા હતા પરંતુ તેમને ગાઝીપુર બોર્ડર પર રોકવામાં આવ્યા હતા. પોલીસે તેમને પ્રવેશવા ન દીધા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાઓ સવારે ગાઝીપુર બોર્ડર પર પહોંચ્યા, જ્યાં ભારે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી અને તેમને સંભલમાં પ્રવેશતા અટકાવવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા.

Also Read – Sambhal Violence માં પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું, એસઆઈટી શરૂ કરી સઘન તપાસ…

કોંગ્રેસની વિનંતી:
કોંગ્રેસ તરફથી સંભલમાં ચાર લોકોને પ્રવેશવાની પરવાનગી માટે વિનંતી કરવામાં આવી હતી, પોલીસે આ વાત સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. રાહુલ ગાંધીના સમર્થનમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવ પણ યુપી બોર્ડર પર પહોંચી ગયા છે. યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય, સહારનપુરના સાંસદ ઈમરાન મસૂદ, કેસી વેણુગોપાલ સહિત ઘણા નેતાઓ પણ હાજર હતા.

બંદોબસ્ત વધારવામાં આવ્યો:
રાહુલ ગાંધીની મુલાકાતને પગલે સંભલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને જિલ્લાની સરહદો પર તપાસ કરવામાં આવી રહી છે. સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પેન્સિયાએ મંગળવારે ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદના પોલીસ કમિશનરો અને અમરોહા અને બુલંદશહર જિલ્લાના પોલીસ અધિક્ષકોને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે સંભલ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીને તેમના જિલ્લાઓની સરહદો પર જ રોકવા જણાવ્યું હતું.

સંભલમાં બહારના લોકોના પ્રવેશ પર રોક:
સંભલના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “તમામ જનપ્રતિનિધિઓને 10 ડિસેમ્બર સુધી જિલ્લામાં ન આવવા વિનંતી કરવામાં આવી છે. આ માટે તેમને એક સંદેશ પણ મોકલવામાં આવ્યો છે અને તેમને સંભલ જિલ્લામાં BNSS 163ના અમલીકરણ વિશે પણ જાણ કરવામાં આવી છે. હું આશા રાખું છું કે તેઓ સંભલમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં અમને સહકાર આપશે.”

શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ 163 (પ્રોહિબિટરી ઓર્ડર) સંભલમાં 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. આ સાથે, સંભલમાં બહારના લોકોના પ્રવેશ પરનો પ્રતિબંધ શનિવારે સમાપ્ત થઈ રહ્યો હતો, જિલ્લા મેજિસ્ટ્રેટે તેને 10 ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. ગયા અઠવાડિયે, સમાજવાદી પાર્ટી (SP) ના ઘણા સાંસદોને જિલ્લામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને