Yogi Adityanath's caller   order, instal  CCTV, constitute   sanction  connected  dhaba restaurants

લખનૌ: ઉત્તર પ્રદેશના સંભલમાં કોર્ટેના આદેશ બાદ જામા મસ્જિદના સર્વે દરમિયાન ભડકેલી હિંસા બાબતે પોલીસે કાર્યવાહી સશરુ કરી છે. પોલીસે અત્યાર સુધી આ કેસમાં કુલ 27 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ત્રણ સગીર વયના છે. જ્યારે અન્ય 74 ઉપદ્રવીઓ ઓળખ કરવામાં આવી છે જે ફરાર છે. તેમની શોધ-ખોળ કરવામાં આવી રહી છે. તેમજ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ(Yogi Adityanath)પણ સંભલના ઉપદ્રવીઓ પર કડક એક્શન લેવાના મૂડમાં છે. આ અંગે સરકાર કેવી રીતે એક્શન લેશે તેની માહિતી પણ પ્રકાશમાં આવી છે.

ઉપદ્રવીઓ પર ઈનામ જાહેર કરવાની યોજના

યોગી સરકાર સંભલના ઉપદ્રવીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ઉપદ્રવીઓના પોસ્ટર જાહેર સ્થળો પર લગાવવામાં આવશે. તેમની પાસેથી નુકસાની પણ વસૂલ કરવામાં આવશે. આ સાથે તેમના પર ઈનામ પણ જાહેર કરવાની યોજના છે. યુપી સરકારે પહેલાથી જ નુકસાનની વસૂલાત માટે એક વટહુકમ બહાર પાડ્યો છે અને ઉપદ્રવીઓ અને ગુનેગારોના પોસ્ટર પણ લગાવ્યા છે.

સંભલના સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કને નોટિસ

સંભલની વર્તમાન સ્થિતિ પર એસપી કૃષ્ણ કુમારે કહ્યું છે કે રવિવારે હિંસા બાદ ઈન્ટરનેટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જે હજુ પણ ચાલુ છે. આ સિવાય સ્થિતિ સામાન્ય છે અને બાકી બધુ પૂર્વવત થઈ ગયું છે. એસપીએ કહ્યું છે કે પોલીસે ઘટનામાં સામેલ લોકોના સીસીટીવી ફૂટેજની તપાસ કરી છે. 100 થી વધુ લોકોની ઓળખ કરવામાં આવી છે અને તેઓ ટૂંક સમયમાં પોલીસ કસ્ટડીમાં આવશે. એસપીએ એ પણ માહિતી આપી કે સંભલના સાંસદ ઝિયા-ઉર-રહેમાન બર્કને BNSની કલમ 168 હેઠળ 23 નવેમ્બરે નોટિસ આપવામાં આવી છે.

આ પણ વાંચો : યુપીમાં યોગીની ‘ફોર્મ્યુલા’ સફળ, ‘સપા’નો ગઢ ‘આ’ રીતે જીત્યાં…

સંભલમાં હિંસા અંગે ઉત્તર પ્રદેશ સરકારને રિપોર્ટ સોંપ્યો

સંભલ પોલીસ અને જિલ્લા પ્રશાસને સંભલમાં હિંસા અંગે ઉત્તર પ્રદેશ સરકારને રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં સંભલ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે સરકારને સંપૂર્ણ વિગતો આપી છે કે સર્વે ટીમ ક્યારે આવી અને તે પછી ક્યાંથી અને કયા સમયે હિંસા શરૂ થઈ. સંભલ પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હિંસા સમયે કેટલા લોકો ઘટનાસ્થળે હાજર હતા અને હિંસા કેવી રીતે પથ્થરમારો સાથે શરૂ થયો.

પોલીસ કાર્યવાહીની રૂપરેખા વિશે માહિતી આપી

આ સિવાય જિલ્લા પોલીસ અને વહીવટીતંત્રએ પણ યુપી સરકારને રિપોર્ટમાં હિંસક ટોળા સામે પોલીસ કાર્યવાહીની જાણકારી આપી છે. એટલું જ નહીં સંભલ પોલીસ અને વહીવટીતંત્રએ રાજ્ય સરકારને આગળની કાર્યવાહી અને પોલીસ કાર્યવાહીની રૂપરેખા વિશે માહિતી આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને