Government officials volition  person  to deterioration  helmets compulsorily IMAGE BY BANGLOR MIRROR

ગાંધીનગર: હવે રાજ્ય સરકારના દરેક કર્મચારીએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે. રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં લોકોના મૃત્યુ પર હાઇકોર્ટે સરકારને સૂચના આપી હતી. તે બાદ રાજ્યના પોલીસ વડાએ પરિપત્ર જાહેર કર્યો છે.

ગુજરાત સરકારના કર્મચારીઓ નિયમોનું પાલન કરે અને નાગરિકો માટે રોલ મોડલ બને તે માટે પોલીસ દ્વારા આવતીકાલથી હેલ્મેટ અંગેના નિયમોનો ભંગ કરનારા સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. આથી હવે દરેક સરકારી કર્મચારી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે.

સરકારી અધિકારી-કર્મચારીઓએ કરવું પડશે પાલન

હેલ્મેટ અંગેના નિયમોનો ભંગ કરનારા સરકારી અધિકારી અને કર્મચારીઓ સામે ગુજરાત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ દ્વારા જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે ગુજરાત રાજયના તમામ સરકારી અધિકારી-કર્મચારીઓ રાજયના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે.

આપણ વાંચો: Gujaratમાં હેલ્મેટના નિયમોનું કડક પાલન કરાવવા હાઇકોર્ટની તંત્રને તાકીદ

તેઓ બીજા નાગરિકો માટે “રોલ મોડલ” બને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે. સરકારી કર્મચારીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરૂરી પણ છે.

11મીથી શરૂ થશે ઝુંબેશ

વધુમાં પોલીસે જણાવ્યું છે કે ગુજરાત રાજયમાં હેલ્મેટના નિયમનું અમલીકરણ કરાવવું ખૂબ જરૂરી છે કે જેથી રોડ અકસ્માતના કારણે થતા મૃત્યુ અને ગંભીર ઇજાઓ ઉપર અંકુશ લાવી શકાય. રાજયમાં હેલ્મેટના નિયમનો અમલ રાજયના તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કરે તે માટે તા. 11 ફેબ્રુઆરીથી રાજયના તમામ સરકારી કચેરીઓના પ્રવેશદ્વાર પાસે ટ્રાફીક પોલીસનું ડીપ્લોયમેન્ટ કરી અસરકારક કાર્યવાહી કરવા પોલીસ દ્વારા સુચના આપવામાં આવી છે.

આપણ વાંચો: અમદાવાદની શોભા વધશે; હેલ્મેટ સર્કલ, પકવાન અને નમો-સ્ટેડિયમ પર બનાવાશે વર્ટિકલ ગાર્ડન

ટ્રાફીક બ્રાન્ચને સોંપાઈ નિરીક્ષણની જવાબદારી

તે ઉપરાંત સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચના પોલીસ મહાનિરીક્ષક દ્વારા આ કામગીરી ઉપર રોજે રોજ સુપરવિઝન અને મોનીટરીંગ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. તેમજ તેમણે કરવામાં આવેલી કાર્યવાહીના અહેવાલ પણ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરીને આપવાના રહેશે છે.

હાઇકોર્ટે કરી હતી તાકીદ

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં વધી રહેલા અકસ્માતોમાં લોકોના મૃત્યુ થઈ રહ્યા તેને હાઈકોર્ટના ચીફ જસ્ટીસે ખૂબ જ ગંભીર મુદ્દો ગણાવી રાજ્ય સરકારને હેલ્મેટ અને ટ્રાફિક નિયમોના અમલીકરણ માટે કડક પ્રયાસો કરવા તેમજ ટ્રાફિક વ્યવસ્થાપનના મુદ્દાઓને ઉકેલવા માટે રાજ્યમાં અલગ ટ્રાફિક પોલીસ દળની શક્યતા શોધવાનું કોર્ટે સૂચન કર્યું હતું. હાઇકોર્ટના સૂચન બાદ રાજ્યના પોલીસ વડા દ્વારા પગલાં ભરવામાં આવ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને