મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે મરાઠી ભાષાની નીતિના અમલ માટે એક આદેશ બહાર પાડ્યો છે અને તેને પગલે હવે રાજ્યની બધી જ સરકારી કચેરીઓમાં મરાઠીમાં વાત કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. મરાઠીમં ન બોલનારા અધિકારીઓ, કર્મચારીઓ સામે સિનિયરને ફરિયાદ કરી શકાશે. આમાં દોષી પુરવાર થનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં કર્ણાટક મોડેલ પર એસટીની નવી સેવા? પરિવહન પ્રધાનનો સંકેત
આવી જ રીતે દરેક સરકારી કચેરીમાં મરાઠી ભાષાનો ઉપયોગ કરવા જણાવતું બોર્ડ લગાવવામાં આવશે. સરકારી કચેરીઓના પ્રસ્તાવ, પત્રવ્યવહાર, આદેશ વગેરે ફક્ત મરાઠીમાં જ રહેશે, એમ પણ આ આદેશમાં જણાવવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારની કચેરીઓ તેમ જ બેંકોમાં પણ સૂચના અને નામના પાટિયાં મરાઠીમાં રાખવાનું ફરજિયાત હોવાનું આદેશમાં જણાવવામાં આવ્યું છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને