સાડીમાં સુંદર દેખાતી કેટરીનાના હાથ પરનો બ્લેક પેચ ચિંતા કરાવી ગયો ફેન્સને

2 hours ago 1
The achromatic  spot  connected  the manus  of Katrina, who looked beauteous  successful  a saree, disquieted  the fans Screen Grab: Free Press Journal

કેટરીના કૈફ લગ્ન બાદ જાહેર જીવનમાં ઘણી ઓછી જોવા મળે છે. વિકી કૌશલ સાથે લગ્ન કર્યા બાદ કેટની એક જ ફિલ્મ મેરી ક્રિસમસ રિલીઝ થઈ છે. ત્યારબાદ તે ક્યારેક જ જોવા મળે છે. કેટ અને વિકીના વિદેશના અમુક વીડિયો વાયરલ થયા હતા અને ત્યારબાદ કેટ પ્રેગનન્ટ હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.

જોકે આજે કેટનો એક વીડિયો વાયરલ થયો છે. ઓરેન્જ અને પિંક ઝાય પડતી હોય તેવી સાડીમાં કેટ જાજરમાન લાગી રહી છે. તેણે ખૂબ જ હેવી સાડી અને તેની સાથે ગોલ્ડન જ્વેલરી મેચ કરી છે. બિંદી ને ચહેરા પર સ્માઈલ સાથે કેટ ખૂબ જ મનમોહક લાગે છે.

જોકે ફેન્સનું ધ્યાન કેટની બ્યુટી પરથી હટીને એક વસ્તુ પર અટક્યું છે. કેટરીનાના હાથ પર બાંધેલા કાળા રંગના પેચ પર સૌની નજર પડી છે. કેટના હાથ પર આ પેચ ક્લિયર દેખાઈ રહ્યો છે.

ફેન્સને ચિંતા થઈ રહી છે કે આ પેચ તેણે શા માટે પહેર્યો છે. એકનું કહેવાનું છે કે આ ડાયાબિટિસનો પેચ છે તો કોઈનું કહેવાનું છે કે આ શૂગર મોનિટરિંગ પેચ છે. લોકોના આવા રિએક્શનથી અન્ય યુઝર્સ પણ ચિંતામાં મૂકાયા છે અને કેટના સારા સ્વાસ્થ્યની કામના કરી રહ્યા છે.

આ પણ વાંચો : પોતાનાથી અડધી ઉંમરની અભિનેત્રી સાથે રોમાન્સ કરશે રણવીર સિંહ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મેરી ક્રિસમસમાં વિજય સેતુપતિ સાથે જોયા બાદ કેટની બીજી કોઈ ફિલ્મ હાલમાં ચાલી રહી નથી. કેટે ફરહાન અખ્તરની જી લે ઝરા સાઈન કરી છે, જેમાં તે પ્રિયંકા ચોપડા અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article