સાબદા રહેજો, મીઠા ઉજાગરા ક્યાંક કડવા ન બની જાય…

2 hours ago 1

આપણી જૂની ગુજરાતી રંગભૂમિનું એક ગીત બહુ પ્રચલિત હતું : ‘મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા ’.
આજની નવી પેઢી માટે ઉજાગરા કરવા માટે અનેક કારણ છે. નવા જમાનાના વર્ક કલ્ચરમાં શિફ્ટમાં કામ કરવું પડે છે. એટલું જ નહીં, મોડી રાત સુધી પબ્સમાં પાર્ટીઓ કરવી, મોબાઈલ જોયા કરવામાં અડધી રાત કાઢી નાખવી જેવા અનેક કારણોસર નવજુવાનો આંખમાં ઉજાગરા આંજી રાખે છે.

વધુ આધુનિક અને વધુ ‘સમજદાર’ ગણાતી આ પેઢી ઉજાગરો કરવાની ટેવના નુકસાનથી અજાણી કેમ છે?

ચાલો,જાણીએ કે નિયમિત રીતે ઉજાગરા કરવાથી શું શું નુકસાન થાય છે.

નિષ્ણાતો કહે છે કે જે લોકો દરરોજ રાત્રે સતત જાગતા રહે છે એમને અમુક રોગોનું જોખમ વધારે હોય છે. સરળ ભાષામાં કહીએ તો આપણું શરીર દિવસ-રાતના ચક્રને અનુકૂળ થઈને તે પ્રમાણે કાર્યરત હોય છે. વૈજ્ઞાનિક રીતે કહીએ તો શરીર ‘સર્કેડિયન રિધમને અનુસરે છે. ‘સર્કેડિયન રિધમ’ એટલે ૨૪ કલાકના ચક્રમાં જીવતંત્ર અનુભવે છે તે શારીરિક, માનસિક અને વર્તણૂકીય ફેરફારો છે. સર્કેડિયન લય પર પ્રકાશ અને અંધારું સૌથી વધુ પ્રભાવ ધરાવે છે, પરંતુ ખોરાકનું સેવન, તણાવ, શારીરિક પ્રવૃત્તિ, સામાજિક વાતાવરણ અને તાપમાન પણ એમને અસર કરે છે. મોટા ભાગની જીવંત વસ્તુઓમાં સર્કેડિયન લય હોય છે.

મનુષ્યની લગભગ દરેક પેશી અને અંગની પોતાની સર્કેડિયન લય હોય છે, જે સામૂહિક રીતે દિવસ અને રાત્રિના દૈનિક ચક્ર સાથે જોડાયેલા હોય છે.

આખી રાત જાગતા રહેવાથી ઊંઘના સમયપત્રક અને સર્કેડિયન લય પર નકારાત્મક અસર પડે છે. ઊંઘ વિનાની રાત પછી, જ્યારે તમે જાગતા હો ત્યારે તેની ભરપાઈ કરવા માટે દિવસ દરમિયાન વધુ પડતી ઊંઘ લો તો આગલી રાત્રે સૂવું મુશ્કેલ બની શકે છે. આ રીતે તે શરીરની આખી સિસ્ટમને ખોરવી નાખે છે. ઊંઘનો અભાવ તમારા મનને થકવી નાખે છે- રોજિંદા કાર્ય યોગ્ય રીતે કરી શકતું નથી. ધ્યાન કેન્દ્રિત કરવું અથવા નવી વસ્તુ શીખવી પણ વધુ મુશ્કેલ લાગી શકે છે. તમારું શરીર જે સંકેત મોકલે તેમાં પણ વિલંબ થઈ શકે છે, જે તમારા સંકલનમાં ગરબડ કરે છે અને અકસ્માતોનું જોખમ વધારે છે. તે ઉપરાંત આખી રાત જાગતા રહેવાથી અન્ય અનેક બીમારીઓનું જોખમ રહેલું છે. જેમકે
૧) ડાયાબિટીસ
ઓછી ઊંઘથી બ્લડ સુગર વધે છે. એક રાતની ઊંઘ ન આવવાથી પણ ઇન્સ્યુલિન પ્રતિકાર ક્ષમતા વધે છે, જે બદલામાં બ્લડ સુગરનું સ્તર વધારી
શકે છે.

ઊંઘની અછતને કારણે ખાધા પછી તમારું શરીર ઓછું ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે, જ્યારે તમારું શરીર વધુ સ્ટ્રેસ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે, જે તમને જાગૃત રાખે છે, પરંતુ ઇન્સ્યુલિન તેનું કામ યોગ્ય રીતે કરી શકતું નથી આ રીતે તમને ટાઇપ- ટુ ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે.

૨) હાઈ બ્લડપ્રેશર
આખી રાત જાગતા રહેવાને કારણે તમારું બીપી પ્રભાવિત થાય છે. જે લોકો ૬ કલાક કે તેથી ઓછી ઊંઘ લે છે એમનામાં બ્લડ પ્રેશર ઝડપથી વધતું હોય છે. જો તમને પહેલાથી જ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો પૂરતી ઊંઘ ન લેવાથી તમારું બ્લડ પ્રેશર વધુ વધી શકે છે. તમારા પાચનતંત્રને પણ તેની અસર થાય છે.

૩) હાર્ટ એટેક
ઊંઘ ન આવવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. એક અભ્યાસ મુજબ , જે લોકો દરરોજ છ કલાકથી ઓછી ઊંઘ લે છે એમને હૃદયરોગનો હુમલો થવાની સંભાવના ૨૦% વધુ હતી. જ્યારે એનઆરઈએમ (નોન-રેપિડ આઈ મૂવમેન્ટ) સ્લિપ સ્ટેજ હૃદયને ધીમું કરવામાં અને પુન:પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. રેપિડ આઈ મૂવમેન્ટ ઊંઘમાં તણાવ અને સક્રિયતામાં વધારો થાય છે. અપૂરતી ઊંઘ આ તબક્કાના સંતુલનને વિક્ષેપિત કરીને હાર્ટ એટેકનું જોખમ વધારે છે.

૪) બ્રેન સ્ટ્રોક
મગજમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે, જેના કારણે મગજના કોષો ઓક્સિજનના અભાવે મૃત્યુ પામે છે ત્યારે સ્ટ્રોક આવે છે-લકવાની અસર થાય છે. ઊંઘની અછતને લીધે સ્ટ્રોકનો હુમલો થવાની શક્યતા વધુ છે. ઊંઘનો અભાવ બ્લડ પ્રેશરમાં વધારો કરે છે અને હાઈ બ્લડ પ્રેશર સ્ટ્રોક માટેનું મુખ્ય જોખમ માનવામાં આવે છે. વધુમાં, ધમનીઓમાં પ્લેક( એક જાતનો કચરો) જમા થવાને કારણે પણ સ્ટ્રોકનું જોખમ વધે છે.

૫) સ્થૂળતા
રાત્રે ઊંઘ ન આવવાના કારણે પણ સ્થૂળતા વધે છે. જે લોકો રાત્રે ઊંઘતા નથી એમનું બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઈ) વધારે હોય છે એટલે કે એ મેદસ્વી હોય છે. ઊંઘ ભૂખને નિયંત્રિત કરતા હોર્મોન્સને અનિયંત્રિત કરવા લાગે છે પરિણામે વધુ ખાવાની તૃષ્ણા- ઈચ્છા પણ વધે છે. આ રીતે તમે વધુ ખાવાનું શરૂ કરો છો અને મેદસ્વી થઈ
જાઓ છો.

૬) કિડની
ક્રોનિક કિડની ડિસીઝ ધરાવતા લોકો માટે નબળી ઊંઘ રોગને વધુ વકરાવે છે. ઓછી ઊંઘ ક્રોનિક કિડની ડિસીઝને પ્રોત્સાહન આપે છે. પાચન પ્રક્રિયામાં પણ ખલેલ પહોંચાડે છે, જેના કારણે કિડનીની કામગીરી પણ પ્રભાવિત થાય છે. આ કારણે શરીર કચરો યોગ્ય રીતે દૂર કરી શકતું નથી અને કબજિયાત તેમજ અપચો જેવી ઘણી સમસ્યા ઊભી થાય છે.

૮) હતાશા
ઊંઘ સંબંધી તકલીફ થવાથી ડિપ્રેશન નથી આવતું, પરંતુ ઊંઘનો અભાવ એમાં મોટો ભાગ ભજવે છે. અન્ય કોઈપણ તબીબી સ્થિતિની જેમ, ઊંઘની વિકૃતિઓ અથવા વ્યક્તિગત સમસ્યાઓ ડિપ્રેશનને વધુ ખરાબ કરી શકે છે તેમજ લાંબા સમય સુધી ઊંઘ ન આવવાના કારણે વ્યક્તિ નિસ્તેજ અને હતાશ અનુભવવા લાગે છે.

Also Read – આરોગ્ય વીમામાં રિઈમ્બર્સમેન્ટ ક્લેમ કઈ રીતે કરી શકાય?

કઈ રીતે કરશો આનું નિવારણ?
*ઓછા માં ઓછા ૭ કલાકની ઊંઘ લેવાનો પ્રયાસ કરો .
*રોજ વ્યાયામ કરો – ધ્યાન ધરો, જેનાથી ઊંઘ સુધરે છે.
*આ ઉપરાંત, સવારે ઉઠવાનો ને રાત્રે સૂવાનો સમય નક્કી કરો…
*તણાવ ન લો અને ખુશ રહો .

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article