સિંહોની સુરક્ષાને ધ્યાને લઈને રેલવેએ 10 ટ્રેનોના સમયમાં કર્યો ફેરફાર: રાત્રિના સમયે નહિ દોડે ટ્રેન!

2 hours ago 1
Railways has changed the timing of trains moving  successful  Gir

અમદાવાદ: રાજ્યમાં ગીર અને ગીર આસપાસ પસાર થતી ટ્રેનની અડફેટે આવવાથી એશિયાટિક સિંહોના મોતને લઈને હાઇકોર્ટે રેલવે અને રાજ્ય સરકાર બંને સામે આકરી ઝાટકણી કાઢી હતી. આ બાદ રેલવે વિભાગે પણ એશિયટીક સિંહોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રેલવે વિભાગે ભાવનગર ડિવિઝનની મીટરગેજ પર દોડતી 10 ટ્રેનોના સમયમાં 07.10.2024થી ફેરફાર કર્યો છે, જ્યારે કાંસિયાનેશ-સાસણગીર અને જૂનાગઢ-બિલખા સેક્શનમાં રાત્રિ દરમિયાન ટ્રેનો નહિ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :આ તારીખથી કરી શકશો સિંહ દર્શન, પણ વેબસાઈટ પર બુકિંગ કરાવતા પહેલા સાવધાન!

એશિયાટીક સિંહોની સલામતીને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ ટ્રેનોના સમયમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. જેની માહિતી ડિવિઝનલ રેલવે મેનેજર રવિશ કુમારે આપી હતી.

આટલી ટ્રેનોના સમયમાં ફેરફાર:

  1. ટ્રેન નંબર 09295 વેરાવળ-દેલવાડા વેરાવળથી તેના વર્તમાન નિર્ધારિત સમય 15.45 કલાકના બદલે 14.05 કલાકે એટલે કે 1 કલાક 40 મિનિટ વહેલા ઉપડશે અને વર્તમાન નિર્ધારિત સમય 18.55 કલાકને બદલે 17.50 કલાકે દેલવાડા સ્ટેશન પહોંચશે.
  2. ટ્રેન નં. 09531 દેલવાડા જૂનાગઢ દેલવાડાથી વર્તમાન નિર્ધારિત સમય 14.00 કલાકે એટલે કે 2 કલાક 30 મિનિટ વહેલાને બદલે સવારે 11.30 કલાકે ઉપડશે અને 20.20 કલાકના વર્તમાન નિર્ધારિત સમયને બદલે 18.25 કલાકે જૂનાગઢ સ્ટેશન પહોંચશે.
  3. ટ્રેન નંબર 09292 અમરેલી-વેરાવળ અમરેલી સ્ટેશનથી તેના વર્તમાન નિર્ધારિત સમય 08.50 કલાકના બદલે 06.30 કલાકે ઉપડશે એટલે કે 2 કલાક 20 મિનિટ વહેલા અને 13 કલાકના વર્તમાન નિર્ધારિત સમયને બદલે 11.40 કલાકે વેરાવળ સ્ટેશને પહોંચશે.
  4. ટ્રેન નંબર 09539 અમરેલી-જૂનાગઢ અમરેલી સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 06.30ના બદલે 07.10 વાગ્યે ઉપડશે એટલે કે 40 મિનિટ મોડી અને જૂનાગઢ સ્ટેશને તેના વર્તમાન નિર્ધારિત સમયને બદલે સવારે 11.10 વાગ્યે પહોંચશે.
  5. ટ્રેન નંબર 09532 જૂનાગઢ-દેલવાડા જૂનાગઢ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 07.20 કલાકના બદલે 08.40 કલાકે ઉપડશે એટલે કે 1 કલાક 20 મિનિટ મોડી અને તેના વર્તમાન નિર્ધારિત સમયને બદલે 15.25 કલાકે દેલવાડા સ્ટેશન પહોંચશે.
  6. ટ્રેન નંબર 09505 વેરાવળ-અમરેલી વેરાવળ સ્ટેશનથી 13.00 કલાકને બદલે 13.25 કલાકે એટલે કે 25 મિનિટ મોડી ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 18.05 કલાકને બદલે 18.40 કલાકે અમરેલી સ્ટેશન પહોંચશે.
  7. ટ્રેન નંબર 09540 જૂનાગઢ-અમરેલી જૂનાગઢ સ્ટેશનથી 17.40 કલાકને બદલે 14.05 કલાકે એટલે કે 3 કલાક 35 મિનિટ વહેલા ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 21.30 કલાકને બદલે 18.05 કલાકે અમરેલી સ્ટેશને પહોંચશે.
  8. ટ્રેન નંબર 09291 વેરાવળ-અમરેલી વેરાવળ સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 09.40 કલાકે ઉપડશે પરંતુ તેના વર્તમાન નિર્ધારિત સમય 14.45 કલાકને બદલે 15.00 કલાકે એટલે કે 15 મિનિટ મોડી અમરેલી સ્ટેશને પહોંચશે.
  9. ટ્રેન નંબર 09508 અમરેલી-વેરાવળ અમરેલી સ્ટેશનથી તેના નિર્ધારિત સમય 12.10 કલાકના બદલે 12.25 કલાકે એટલે કે 15 મિનિટ મોડી ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 17.20 કલાકને બદલે 17.25 કલાકે વેરાવળ સ્ટેશન પહોંચશે.
  10. ટ્રેન નંબર 09296 દેલવાડા-વેરાવળ દેલવાડા સ્ટેશનથી 08.15 કલાકને બદલે 08.00 કલાકે એટલે કે 15 મિનિટ વહેલા ઉપડશે અને તેના વર્તમાન નિર્ધારિત સમય 11.15 કલાકને બદલે 11.20 કલાકે વેરાવળ સ્ટેશન પહોંચશે.

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article