accused commits transgression  earlier  attacking saif ali khan

મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ઘે આવી ગયો છે, પરંતુ તેના પર તેના જ ઘરમાં થયેલા જીવલેણ હુમલાએ પોલીસની અને અભિનેતા અને પરિવારની ઊંઘ હરામ કરી નાખી છે. આ ઘટના મામલે રોજ નવા ખુલાસા થઈ ગયા રહ્યા છે. હુમલો કરનાર બાંગ્લાદેશી આરોપી શરીફુલ ઇસ્લામ શહજાદ મોહમ્મદ રોહિલ્લા અમીન ફકીરની પોલીસ પૂછપરછ કરી રહી છે ત્યારે એક ચોંકાવનારો અને તમામ હાઉસિંગ સોસાયટીઓ માટે મહત્વનો એવો ખુલાસો થયો છે.

હુમલો થયો ત્યારે સિક્યોરિટી ગાર્ડ્સ ક્યા હતાસૈફ જે અપાર્ટમેન્ટમાં રહે છે ત્યાં રાતના સમયે બે ગાર્ડ્સ તહેનાત છે. કહેવાની જરૂર નથી કે દસેક કરોડના આલિશાન અપાર્ટમેન્ટમાં સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ હશે જ. જોકે આરોપી શાતિર નીકળ્યો અને નસીબદાર પણ કે તે જ્યારે મેઈનગેટ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં તહેનાત ગાર્ડ ઊંઘી ગયો હતો અને બીજો ગાર્ડ તેને દેખાયો નહીં, જે અંદર પોતાની કેબિનમાં ઊંઘી ગયો હતો. ગાર્ડને ઊંઘતા જોઈ આરોપી દિવાલ ફાંદી એપાર્ટમેન્ટમાં પહોંચ્યો હતો જ્યાં પ્રિમાઈસિસમાં કોઈ સીસીટીવી કેમરા નથી. આરોપીએ પોતાના ચપ્પલ કાઢી બેગમાં નાખ્યા અને મોબાઈલ તો ઓફ જ રાખ્યો હતો. તે આઠમા માળેથી 12 માળ પાઈપથી પહોંચ્યો. અભિનેતાના ઘરની બારી ખુલ્લી દેખાઈ એટલે તેમાં ઘુસી ગયો અને બાથરૂમમાં સંતાઈ ગયો, પરંતુ સૈફની નોકરાણીએ તેને જોઈ લેતા તેનો મનસૂબો કામ ન આવ્યો અને હુમલો કરી દીધો, હવે જેલમાં લાંબો સમય કાઢવાનો વારો આવશે.

Also read:સૈફ પર હુમલોઃ પોલીસને મળી હુમલાખોરની પાંચ દિવસની કસ્ટડી

સૈફ બદલશે સિક્યોરિટી એજન્સીએક અભિનેતા અને ખૂબ જ પૉશ વિસ્તારમાં ઘર ધરાવતા હોવા છતાં પોતાનો અને સંતાનોનો જીવ જોખમમાં મૂકાયો હોવાથી સૈફ અલીએ પોતાની સિક્યોરિટી એજન્સી બદલવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે. સૈફ હવે અભિનેતા રોનિત રૉયની સિકોયરિટી એજન્સી સાથે કોન્ટ્રાક્ટ સાઈન કરે તેવી સંભાવના છે. અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન સહિત ઘણા સેલિબ્રિટીની સિક્યોરિટીની જવાબદારી રૉયની એજન્સી પાસે છે. સૈફ ફરી પોતાના નિવાસ ગુરુ શરણ ખાતે રહેવા આવ્યો છે.

હૉસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ સૈફ લાઈટ મૂડમાં દેખાયો હતો. તેણે પાપારાઝીને હેન્ડ્સ વેવ કરી હસતા મોઢે ફોટા આપ્યા હતા. સૈફનું આ જેસ્ચ્ર બધાનું ખૂબ ગમી રહ્યું છે. જોકે અભિનેતાને હજુ કામ પર ચડતા સમય લાગશે અને તેણે ઘરે આરામ કરવો પડશે, તેવી ડોક્ટરોએ સલાહ આપી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને