Sonia Gandhi filed for Rajya Sabha from Rajasthan, Rahul Gandhi was present Image Source:Hindustan Times

નવી દિલ્હી: બજેટ સત્રના એક દિવસ પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને સદનોને સયુંકત સંબોધિત કર્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ બાદ રાજકીય ટિપ્પણીનો દોર શરૂ થઈ ગયો અને આ દરમિયાન સોનિયા ગાંધીની ટિપ્પણીથી રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. ભાજપે કોંગ્રેસ અને ગાંધી પરિવાર સામે મોરચો માંડ્યો છે. ભાજપે આ મામલે કોંગ્રેસને માફી માંગવાની માંગ કરી છે.

રાષ્ટ્રપતિ ના અભિભાષણ પર સોનિયા ગાંધીએ શું કહ્યું?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના અભિભાષણ પર કોંગ્રેસ સંસદીય દળના પ્રમુખ સોનિયા ગાંધીની પ્રતિક્રિયાને લઈને ભારે હોબાળો મચ્યો છે. ભાજપના નેતાઓ દ્વારા માફી માંગવાની માંગ કરવામાં આવી રહી છે. હકીકતે સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર કહ્યું હતું કે, “તેઓ સંબોધનના અંત સુધીમાં થાકી ગયા હતા અને ખૂબ જ મુશ્કેલીથી બોલી શકતા હતા.” આ દરમિયાન સોનિયા ગાંધીએ કથિત રીતે ‘Poor Thing’ શબ્દોનો પ્રયોગ કર્યો હતો. રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના અભિભાષણને બોરિંગ બતાવ્યું હતું.

આપણા રાષ્ટ્રપતિ નબળા નથી
આ અંગે પ્રતિક્રિયા આપતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, ‘હું સોનિયા ગાંધી અને અન્ય વિપક્ષી નેતાઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓની નિંદા કરું છું.’ આપણા રાષ્ટ્રપતિ, એક આદિવાસી મહિલા છે, તેઓ નબળા નથી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશ અને સમાજ માટે ખૂબ જ મોટું કાર્ય કર્યું છે અને તેઓ આ પ્રકારનું કાર્ય કરવાની કલ્પના પણ કરી શકતા નથી. તેમણે તેમની માફી માંગવી જોઈએ.

આ પણ વાંચો ; બજેટ 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિભાષણમાં શું કહ્યું? વાંચો સંબોધનના મુખ્ય અંશો

#WATCH | On Congress MP Sonia Gandhi's connection connected President Droupadi Murmu, Parliamentary Affairs Minister Kiren Rijiju says, "… I condemn the comments made by Sonia Gandhi and different absorption leaders. Our President, a tribal woman, is not weak… Droupadi Murmu has worked… pic.twitter.com/d5R3n8ULYa

— ANI (@ANI) January 31, 2025

જેપી નડ્ડાએ પણ કરી નિંદા
સોનિયા ગાંધીની ટિપ્પણી પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “હું અને ભાજપના તમામ કાર્યકરો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે વાપરેલા ‘Poor Thing’ વાક્યપ્રયોગની આકરી નિંદા કરીએ છીએ. આવા શબ્દોનો જાણીજોઇને ઉપયોગ કરીને કોંગ્રેસ પાર્ટીની ગરીબ વિરોધી અને આદિવાસી વિરોધી માનસિકતાને દર્શાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને