સલમાન ખાન અને ઐશ્વર્યા રાય (Aishwarya Rai) ના સંબંધો પૂરા થયા તેને વર્ષો વીતી ગયા. ત્યારબાદ એશ્વર્યાના વિવેક ઑબેરોય (Vivek Oberoi) સાથેના સંબંધોએ પણ ભારે ચર્ચાઓ જગાવી. ત્યારબાદ ઐશ્વર્યા અને અભિષેક ફિલ્મ ગુરુના સેટ પર મળ્યા અને તેમનો પ્રેમ લગ્નમાં પરિણમ્યો. એશ બચ્ચન પરિવારની વહુ બની અને આ સંબંધો 17 વર્ષ સુધી ચાલ્યા, જેમાં તે આરાધ્યાની માતા પણ બની. ખૂબ સુંદર લાગતા આ સંબંધોને કોની નજર લાગી અને હવે બચ્ચન પરિવારમા તૂટ પડી હોવાના અહેવાલોએ એશ-અભિના ફેન્સનું દિલ તોડી નાખ્યું છે. તેવા સમયે ફરી સલમાન એશના સંબંધોની વાતો તાજી થઈ છે.
આ પણ વાંચો : Aishwarya કે Katrina નહીં પોતાની 12 વર્ષ નાની આ એક્ટ્રેસ સાથે લગ્ન કરવા હતા Salman Khan ને…
તે સમયે રીલ લાઈફની આ જોડી રિયલમાં પણ એક થાય તેમ ઘણા ઈચ્છતા હતા, પણ બન્ને વચ્ચે ભંગાણ પડ્યું અને ભવાડો પણ થયો. હવે આ સંબંધો વિશે સલમાનના ભાઈ સોહેલે (Sohail Khan) આપેલો એક ઈન્ટરન્યુ વાયરલ થયો છે.
એક ચેનલને ઈન્ટરવ્યુ આપતા સમયે સોહેલે કહ્યું હતું કે તેમના પરિવારે ઐશ્વર્યાને ખુલ્લા દિલથી સ્વીકારી હતી. એશ પણ પરિવારને મળવા તેમના ઘરે આવતી હતી. પરંતુ એશ કયારેય તેમના સંબંધો વિશે ખુલીને વાત કરતી ન હતી. તે સલમાન સાથે ખુશ છે કે નહીં, જીવનભર રહેવા માગે છે કે નહીં તે વિશે તે કંઈ બોલતી નથી. આ વાત સલમાનને અકળાવતી હતી અને તે ઈનસિક્યોર ફીલ કરતો હતો.
આ પણ વાંચો : હેં, તો Salman Khanની આ ‘પ્રેમિકા’ હોત ફિલ્મ જબ વી મેટની ગીત કપૂર?
સોહેલે એમ પણ કહ્યું હતું કે હવે એશ જાહેરમાં પોતાના તૂટેલા સંબંધો વિશે રડતી હોય છે, પરંતુ તે અમારા ઘરે આવતી અને તેમનો સંબંધ અમને મંજૂર હતો, પરંતુ તેણે ક્યારેય સલમાનને કહ્યું નહીં કે તે આગળ વધવા માગે છે કે નહીં.
જોકે હવે 2002માં શું થયું અને તે સમયે તેમને શું વાંધો પડ્યો તે તો તે બન્ને જાણે, પણ હવે અભિ સાથેનો આટલા વર્ષનો લગ્નસંબંધ તૂટે નહીં તેવું ફેન્સ ઈચ્છે છે.