હરિયાણાના યુવાનો ‘ડંકી’ તરફ કેમ વળ્યા?: રાહુલ ગાંધીનો અણિયાણો સવાલ

2 hours ago 1
 હરિયાણામાં આવતા મહીને ચૂંટણી (Haryana assembly election) છે, રાજ્યમાં સત્તાધારી ભાજપને હરાવવા કોંગ્રેસ પૂરું જોર લાગાવી રહી છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી હરિયાણા લોકોના મુદ્દાઓ ઉઠાવી ઉઠાવી રહ્યા છે. રાહુલ ગાંધી હરિયાણાના કરનાલના ઘોઘાડીપુર ગામ પહોંચ્યા હતાં, તેઓ ત્યાં અમેરિકામાં રહેતા અમિતના પરિવારજનોને મળ્યા હતા. અમિત ડંકી રૂટ મારફતે અમેરિકા પહોંચ્યો હતો, જ્યાં તે માર્ગ અકસ્માતમાં ઘાયલ થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર રાહુલ ગાંધીએ લખ્યું છે કે મોટી સંખ્યામાં યુવાનો સારા રોજગાર અને તકોની શોધમાં વિદેશ તરફ વળ્યા છે. ભાજપ સરકારના 10 વર્ષના શાસનમાં રોજગારીની તકો ન હોવાના કારણે આ સ્થિતિ વધુ ગંભીર બની છે. બેરોજગારીની આ બિમારીએ લાખો પરિવારોને તેમના પ્રિયજનોથી અલગ કરી દીધા છે, જેના કારણે માત્ર યુવાનો જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યો પણ પીડાઈ રહ્યા છે. તેમણે ભાજપ સરકારને ઘેરતા લખ્યું કે છેલ્લા એક દાયકામાં ભાજપ સરકારે યુવાનો પાસેથી રોજગારીની તકો છીનવીને તેમની સાથે ઘોર અન્યાય કર્યો છે. તૂટેલી આશાઓ અને હારેલા હૃદય સાથે આ યુવાનોને યાતનાભરી સફર કરવાની ફરજ પડી રહી છે. જો કે, તે સ્પષ્ટ છે કે જો તેઓને તેમના પોતાના દેશમાં, તેમના જ લોકો વચ્ચે આજીવિકા મેળવવા માટે પૂરતી તકો મળી હોત, તો તેઓ ક્યારેય પોતાનો દેશ છોડવા તૈયાર ન હોત. તેમણે યુવાનોને આપતા કહ્યું કે કોંગ્રેસે સંકલ્પ કર્યો છે કે સરકાર બન્યા બાદ એવી વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે કે જેથી હરિયાણાના યુવાનોને વિદેશ જવાની ફરજ ન પડે. અમે રાજ્યમાં રોજગારીની તકો વધારીને આ સમસ્યાનો ઉકેલ લાવીશું, જેથી કોઈ પણ યુવક તેના સપના માટે તેના પ્રિયજનોથી અલગ ન રહે. અમિત ડંકીના માર્ગે અમેરિકા પહોંચ્યો હતો અને હવે તેને પરત આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડંકી રૂટનો મુદ્દો સીધો બેરોજગારી સાથે જોડાયેલો છે અને આ ચૂંટણીમાં કોંગ્રેસનો મુખ્ય મુદ્દો બેરોજગારી છે. હરિયાણાથી કોંગ્રેસના સાંસદ દીપેન્દ્ર હુડ્ડા દરેક સભામાં ડંકી રૂટ અને બેરોજગારીનો મુદ્દો ઉઠાવે છે. ગયા જુલાઈમાં સંસદના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ પણ ડંકી રૂટનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વિદેશ મંત્રાલયને પૂછ્યું કે દેશના અને આપણા રાજ્યના લાખો યુવાનો બેરોજગારી અને હતાશાના કારણે વિદેશ જઈ રહ્યા છે. તેમણે દાવો કર્યો કે છેલ્લા એક વર્ષમાં લગભગ 97 હજાર ભારતીય નાગરિકો જંગલ મારફતે અમેરિકા પહોંચ્યા છે. અમેરિકામાં 15 લાખ ભારતીય નાગરિકો છે જેમની પાસે કોઈ દસ્તાવેજ નથી. આવા લોકોની સુરક્ષા માટે વિદેશ મંત્રાલય શું કામ કરી રહ્યું છે? શું છે ડંકી રૂટ? Rahul Gandhi slamed Haryana authorities   authorities  astir  unemployment and dunki routes

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એવો આરોપ લગાવ્યો કે ભાજપે રોજગારની તકો છીનવીને હરિયાણા સહિત દેશના યુવાનો સાથે ‘ગંભીર અન્યાય’ કર્યો છે અને તેમને વિદેશની ધરતી પર ‘અત્યાચારની યાત્રા’ કરવા મજબૂર કર્યા છે.

તેમણે સોશિયલ મીડિયા પર હરિયાણાના કેટલાક ઇમિગ્રન્ટ્સ સાથે યુ.એસ.માં તેમની તાજેતરની મુલાકાતનો એક વિડિયો શેર કર્યો ત્યારે તેમણે આ ટિપ્પણી કરી હતી, જેમણે વતનમાંની બેરોજગારીનું કારણ આપીને યુ.એસ. જવાની ફરજ પડી હોવાનું જણાવ્યું હતું અને તેમને વિદેશમાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.

વિડિયો સાથેની હિન્દીમાં પોતાની પોસ્ટમાં ગાંધીએ કહ્યું હતું કે, હરિયાણાના યુવાનો ડંકી તરફ કેમ વળ્યા?
‘ડંકી’ એ ‘ગધેડા ફ્લાઇટ’ લેવાની ગેરકાયદેસર ઇમિગ્રેશન ટેક્નિકને આપવામાં આવેલો શબ્દ છે અને ગયા વર્ષે શાહરૂખ ખાન અભિનિત રાજકુમાર હિરાણીની ફિલ્મથી લોકપ્રિય થયો હતો.

લાખો પરિવારો તેમના પ્રિયજનોથી દૂર રહીને ભાજપ દ્વારા ફેલાવવામાં આવેલી ‘બેરોજગારીની બિમારી’ની કિંમત ચૂકવી રહ્યા છે, એમ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું હતું.

મારી અમેરિકાની મુલાકાત દરમિયાન, હું હરિયાણાના એવા યુવાનોને મળ્યો જેઓ તેમના પરિવારોથી દૂર વિદેશમાં સંઘર્ષ કરી રહ્યા છે. જ્યારે ભારત પરત ફરીને તેમના પરિવારોને મળ્યો ત્યારે મારી આંખો પીડાથી ઉભરાઇ ગઈ હતી. તકોના અભાવે બાળકોમાંથી પિતાનો ટેકો અને વૃદ્ધો પાસેથી તેમના વૃદ્ધાવસ્થાનો ટેકો છીનવી લીધો છે, એમ રાહુલ ગાંધીએ કહ્યું હતું.
કોંગ્રેસના નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમારો સંકલ્પ છે કે કોંગ્રેસની સરકાર બનતાની સાથે જ અમે હરિયાણામાં એવી વ્યવસ્થા બનાવીશું જેમાં યુવાનોને તેમનાં સપનાં માટે તેમના પ્રિયજનોથી દૂર રહેવું નહીં પડે.

વીડિયોમાં ગાંધી અમેરિકામાં હરિયાણાના યુવાનો સાથે વાતચીત કરતા અને વિદેશમાં તેમના સંઘર્ષ વિશે પૂછતા જોવા મળે છે. આ વાતચીત દરમિયાન ગાંધીની સાથે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડા પણ હતા.
રાહુલ ગાંધીએ શુક્રવારે હરિયાણાના કરનાલ જિલ્લાના એક ગામની મુલાકાત લીધી હતી અને યુ. એસ.માં અકસ્માતમાં ઘાયલ યુવકના પરિવારને મળ્યા હતા. (પીટીઆઈ)

*** Disclaimer: This Article is auto-aggregated by a Rss Api Program and has not been created or edited by Nandigram Times

(Note: This is an unedited and auto-generated story from Syndicated News Rss Api. News.nandigramtimes.com Staff may not have modified or edited the content body.

Please visit the Source Website that deserves the credit and responsibility for creating this content.)

Watch Live | Source Article