નવી દિલ્હી: હિન્દી ફિલ્મોની અંદર વર્ષોથી એક ફોર્મ્યુલા બની ગયો છે કે ફિલ્મન અંદર એક હીરો, એક હિરોઈન અને એક વીલન હોવો જોઈએ. આ વિલન જ હીરો-હિરોઈનના પ્રેમની વચ્ચે અડચણ બનતો હોય છે. મોટાભાગની ફિલ્મો અ જ સ્ટોરીલાઇનની આજુ બાજુ ફર્યા કરે છે. પરંતુ અમુક એવી ફિલ્મો છે કે જેણે સાબિત કરી બતાવ્યું છે કે સફળ થવા માટે હીરો-હિરોઈનની જરૂર નથી, તેના વિના પણ ફિલ્મ હિટ થઈ જ શકે.
આ પણ વાંચો: જરા સંભલકેઃ બ્લેક ટ્રેડિશનલ વેરમાં બ્યુટીફુલ લાગતી કરિશ્મા પડતા પડતા બચી, જૂઓ વીડિયો
કઈ હતી મૂવી?
હીરો અને હિરોઈન વિના પણ ફિલ્મ દર્શકોનું મનોરંજન કરી જ શકે અને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે. આપણે જેની વાત કરવાના છીએ તે ફિલ્મ પણ એવી જ છે કે જેમાં હીરો કે હિરોઈન વિના જ જબરદસ્ત હીટ રહી હતી. આ ફિલ્મમાં હીરોના નામ પર એક બે નહિ પણ ચાર ચાર હીરો હતા. અને વિલન તમામ હીરો પર ભારી હતો. ફિલ્મનું નામ હતું ધમાલ.
17 વર્ષ પહેલાં થઈ હતી રીલીઝ
ધમાલ મૂવી 17 વર્ષ પહેલા રીલીઝ થઈ હતી. આ ફિલ્મ મની ચેઝ પર આધારિત ફિલ્મ હતી. જેમાં અરશદ વારસી, રિતેશ દેશમુખ, જાવેદ જાફરી અને આશિષ ચૌધરી મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મમાં સંજય દત્ત પણ હતા પરંતુ તે વિલનના રોલમાં હતા. આ સિવાય અસરાની, સંજય મિશ્રા, વિજય રાજ અને પ્રેમ ચોપરાની કોમેડી એ પણ ફિલ્મને જબરદસ્ત બનાવી હતી.
કરી હતી 50 કરોડની કમાણી
આ ફિલ્મની સ્ટોરી એવી હતી કે દરેક લોકો કરોડો રૂપિયા કમાવવા દોડે છે. રૂપિયા માટેની દોડ એટલી બધી હોય છે કે આખી ફિલ્મમાં માત્ર ધમાલ જ જોવા મળે છે. અ ધમાલ જોઈને જ દર્શકો પેટ પકડીને હસી પડે છે. ફિલ્મની અંદર તમામ મોટા ડબલ્યુની શોધમાં હોય છે, જેની નીચે ખજાનો દટાયેલો છે. આ ડબલ્યુની શોધમાં જે કોમેડી સર્જાય છે તે અ ફિલ્મ અને આ ચેઝને ખૂબ જ મજેદાર બનાવે છે. ધમાલનું બજેટ લગભગ 10 કરોડ રૂપિયા હતું જ્યારે તેણે 50 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને