Jalebi ordered for Rahul

હરિયાણાની ચૂંટણીને કારણે જલેબીના ભાગ્ય ઉઘડી ગયા છે કારણ કે જેમના મોઢે જુઓ એમના મોઢે બસ જલેબીનું જ નામ છે. અહીં કોંગ્રેસનો પરાજય થયો હોય પણ જલેબી ચર્ચામાં આવી ગઈ છે. આ બધા વચ્ચે હરિયાણામાં ભાજપે કંઈક એવું કર્યું છે કે જેને કારણે કોંગ્રેસના રાહુલ ગાંધીના ઘા પર મીઠું ભભરાવવાનું કામ કર્યું છે. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું એ-

વાત જાણે એમ છે કે હરિયાણા બીજેપી દ્વારા સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કરવામાં આવ્યો છે જેમાં રાહુલ ગાંધીના સરનામા પર ઓનલાઈન જલેબી ઓર્ડર કરવામાં આવી છે. આ ઓર્ડર હરિયાણા બીજેપી દ્વારા ઓર્ડર કરવામાં આવી છે અને એમાં રાહુલ ગાંધીના 24 અકબર રોડનું એડ્રેસ નાખવામાં આવ્યું છે અને સાડા પાંચસો રૂપિયાની એક કિલો જલેબી ઓર્ડર કરવામાં આવી છે.

વાત જાણે એમ છે કે આ આખું જલેબી પ્રકરણ ત્યારે શરૂ થયું જ્યારે રાહુલ ગાંધીએ સોનીપતના ગોહાનામાં જનસભાને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના સાંસદ દિપેન્દ્ર સિંહ હુડ્ડાએ તેમને ગોહાનાની જલેબી ખવડાવી હતી. આ જલેબી ખાધા બાદ રાહુલ ગાંધીએ તેના ભરપેટ વખાણ કર્યા હતા. એટલું જ નહીં પણ રાહુલ ગાંધી બહેન પ્રિયંકા ગાંધી માટે પણ જલેબી પેક કરાવીને લઈને ગયા હતા. હરિયાણા વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા અને જલેબી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગી હતી.

આ જ અનુસંધાનમાં હરિયાણા બીજેપી દ્વારા આ જલેબીનો ઓર્ડર પ્લેસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પણ જલેબી બનાવનારા દુકાનદાપરે પણ રાહુલ ગાંધીએ જલેબીના ખૂબ જ વખાણ કર્યા હતા. આ જલેબી દેસીઘીમાં બનેલી હોય છે અને એક અઠવાડિયા સુધી ખરાબ નથી થતી. રાહુલ ગાંધીએ જ્યારે આ જલેબીના વખાણ કર્યા છે તો ચોક્કસ જ જલેબીમાં કંઈક વાત હશે. સ્થાનિકો પણ અમારી જલેબીના વખાણ કરે છે. આઉટ ઓફ ઈન્ડિયા પણ અમે જલેબી ટ્રાન્સપોર્ટ કરીએ છીએ.