![](https://bombaysamachar.com/wp-content/uploads/2025/01/rbi-200-rupee-note-clarification.webp)
તમને નોટબંધીનો સમય યાદ હશે, જ્યારે સરકારે 500 અને હજાર રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એ સમયે દેશભરમાં હોબાળો મચી ગયો હતો. આ પછી તો હવે આરબીઆઈએ બજારમાંથી 2000ની નોટો પણ પાછી ખેંચી લીધી છે. હવે તાજેતરમાં એવા અહેવાલો આવ્યા છે કે સરકાર 200 ની નોટ માટે પણ આવું જ પગલું ભરી શકે છે. હાલમાં 500 અને 200 રૂપિયાની નોટો સૌથી વધુ ચલણમાં છે જે બજારમાં નોટોની સ્થિતિને અસર કરી શકે છે. દરેક વ્યક્તિ પાસે 200 કે 500 રૂપિયાની નોટ તો હોય જ છે. એવામાં એવો સવાલ થઈ રહ્યો છે કે શું સરકાર આ નોટ પ્રતિબંધ મુકવા જઈ રહી છે કે શું?. લોકોને આ વાતની ઘણી ચિંતા છે. પણ, તમારે આ અંગે હવે કોઇ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે રિઝર્વ બેંકે આ સંદર્ભમાં એક મોટી અપડેટ આપી છે અને સૂચના પણ જાહેર કરી છે.
રિઝર્વ બેંકે શું કહ્યું?ઃ-
રિઝર્વ બેંકે જણાવ્યું છે કે દેશમાં 2000 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા બાદ 200 રૂપિયા અને 500 રૂપિયાની નકલી નોટોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે, તેથી નાગરિકોએ તેમના વ્યવહાર કરતી વખતે સાવધાની રાખવાની અને આવી નકલી નોટોથી સતર્ક રહેવાની સલાહ આપી છે કારણ કે કોઇની પણસાથે ગમે ત્યારે છેતરપિંડી થઇ શકે છે, તેથી તકેદારી રાખવી જરૂરી છે.
Also read: રિઝર્વ બેન્કે ધ કપોળ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું
તમારી પાસે રહેલી 200 રૂપિયાની નોટ અસલી છે કે નકલી તે આ રીતે ઓળખોઃ-
તમારે જોવું જોઇએ કે 200 રૂપિયાની નોટ પર ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં 200 લખ્યું છે. નોટમાં વચ્ચે મહાત્મા ગાંધીનું ચિત્ર છે. અને આરબીઆઇ, ભારત, ઇન્ડિયા અને 200 શબ્દો ખૂબ જ નાના અક્ષરો એટલે કે માઇક્રોફોન્ટમાં લખેલા છે. નોટની જમણી બાજુ પર અશોક સ્તંભની તસ્વીર છે. નકલી નોટોનું ચલણ રોકવા માટે રિઝર્વ બેન્કે લોકોને સતર્ક કરવાની અપીલ કરી છે અને વ્યવહાર દરમિયાન નોટોની યોગ્ય તપાસણી કર્યા પછી સ્વીકારવાની સલાહ આપી છે. આરબીઆઈ એ કહ્યું છે કે જો કોઈને નકલી નોટ મળે તો તેમણે તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્રને તેની જાણ કરવી જોઈએ
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને