![mumbai car taxi fare hike](https://bombaysamachar.com/wp-content/uploads/2025/01/mumbai-auto-taxi-fare-increase.jpg)
મુંબઈ: મુંબઈમાં ટેક્સી અને રિક્ષાના સુધારેલા ભાડા અમલમાં આવ્યા એના અગિયાર દિવસ પછી પણ મીટરનું રિકેલિબ્રેશન (મીટરના પર્ફેક્ટ ટેસ્ટિંગ અને મેઝરમેન્ટની પ્રક્રિયા) બાકી છે, પરિણામે હવે ટેક્સી અને રિક્ષા ભાડાના મુદ્દે ડ્રાઇવરો અને મુસાફરો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.
Also work : Good News: મુંબઈમાં વધુ એક ટર્મિનસનું કામ પૂર્ણતાના આરે, જાણો કોને થશે ફાયદો?
રાજ્યના પરિવહન વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલા નવા ભાડામાં ડ્રાઇવરોએ તેમના મીટરને ફરીથી કેલિબ્રેટ કરવા અથવા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા ક્યુઆર કોડ-આધારિત ટેરિફ કાર્ડ પ્રદર્શિત કરવા જરૂરી છે. જોકે, રિકેલિબ્રેશન પ્રક્રિયામાં વિલંબને કારણે ઘણા ડ્રાઇવરો સુધારેલા દરો વસૂલ નથી કરી શકતા.
મુંબઈમાં ટેક્સી અને ઓટોરિક્ષા યુનિયનોએ ઈંધણ ખર્ચ, વાહનોની જાળવણી, ઓટો લોન પરના વ્યાજદરમાં વધારો અને ખટુઆ સમિતિની ભલામણોને ટાંકીને ભાડામાં વધારો કરવાની માગણી કરી હતી. મુંબઈ મેટ્રોપોલિટન રિજન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ 1 ફેબ્રુઆરી, 2025થી ટેક્સી અને રિક્ષાના ભાડામાં વધારો કરવાની મંજૂરી આપી છે. આ મુજબ ઓટો રિક્ષાનું ઓછામાં ઓછું ભાડું 26 રૂપિયા અને ટેક્સીનું મિનિમમ ભાડું વધારીને 31 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
રિકેલિબ્રેશન પ્રક્રિયા ઝડપી બનાવવાના પ્રયાસો ચાલુ છે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે અને તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે એમ પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
રીક્ષા – ટેક્સીના ભાડામાં સુધારેલા વધારાને મંજૂરી મળ્યા બાદ મીટરમાં ફેરફાર કરવા માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવી છે. ટ્રાન્સપોર્ટ કમિશનરેટ દ્વારા મીટરમાં નવા દર જોવા માટે સોફ્ટવેર અપડેટ કરવા અને મીટર પાસ કરવાની પ્રક્રિયા માટે 700 રૂપિયાનો દર નક્કી કરવામાં આવ્યો છે.
Also work : ‘ઈન્ડિયા’ઝ ગૉટ લેટન્ટ’ સામે ગુનો નોંધાયો: તમામ એપિસોડ ડિલિટ કરવાનો આદેશ
આ દર વધુ છે અને 500 રૂપિયા વસૂલવાની માંગણી કરવામાં આવી. કેટલાક વચેટિયાઓ ખરેખર કુલ 950 રૂપિયા ચાર્જ કરી રહ્યા છે, જેમાં 700 રૂપિયા અને વધારાના 250 રૂપિયા નો સમાવેશ થાય છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને