PM Modi to go  the archetypal  Indian PM to sojourn  Guyana successful  56 years

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુયાનાની મુલાકાતે છે, અને તેમની આ મુલાકાત ખૂબ જ ખાસ છે કારણ કે 56 વર્ષમાં દક્ષિણ અમેરિકન રાષ્ટ્રની ભારતીય વડા પ્રધાનની આ પ્રથમ મુલાકાત હશે. સ્વાભાવિક રીતે જ ગુયાનાના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છે. ભારત જેવા વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વડા પ્રધાન 56 વર્ષોના વહાણા બાદ ગુયાનાની મુલાકાતે આવે એ વાત જ તેમને માટે ઘણી ઉત્સાહજનક છે, પણ શું તમે જાણો છો કે ભારતીયો 1838 થી ગયાનામાં રહે છે.

કદાચ નહીં જાણતા હો તો ચાલો જાણીએ ગયાનાની કુલ વસ્તીના 43 ટકા ભારતીય મૂળના લોકો છે અને જેમાંથી 30 ટકા હિંદુઓ છે. તેઓ ઘણી પેઢીઓથી અહીં રહે છે. સ્વાભાવિક છે કે આવા દેશમાં ભારતીય પીએમના આગમનથી બંને દેશો વચ્ચેના વર્ષો જૂના સંબંધો વધુ મજબૂત થશે.

ગયાનામાં સ્થાયી થયેલા ભારતીયો કોન્ટ્રાક્ટ મજૂર તરીકે 1838માં કેરેબિયન દેશોમાં આવ્યા હતા. થોડા સમય પછી આ પ્રદેશમાં બ્રિટિશ વસાહતોમાં ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવી. આ પછી આ ભારતીયો ત્યાં જ સ્થાયી થયા. તેથી જ આજે અહીં હિંદીભાષી લોકો જોવા મળે છે.

Also Read – બ્રાઝિલમાં પીએમ મોદી અને ઇટલીના વડાપ્રધાન Giorgia Meloni વચ્ચે બેઠક, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

ગુયાનામાં ભારતના હાઈ કમિશનર, અમિત એસ તેલંગે ભારતના પીએમ મોદીની મુલાકાતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “મુલાકાતનું મહત્વ એ હકીકતમાં રહેલું છે કે અમારા બંને દેશો પરંપરાગત રીતે ખૂબ જ ઉષ્માભર્યા સંબંધો ધરાવે છે. બંને દેશ વચ્ચે ઐતિહાસિક સંબંધો છે. અને આ મુલાકાત લગભગ પાંચ દાયકા પછી અથવા 56 વર્ષ પછી થઈ રહી છે, તે ગાઢ મિત્રતા, પરસ્પર વિશ્વાસ અને બંને દેશોએ વર્ષો સુધી અનુભવેલા સહકારનું પ્રતીક છે.”

તેલંગે ભારત અને ગયાના વચ્ચેના મજબૂત સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો વિશે વાત કરતા જણાવ્યું હતું કે “ગુયાનામાં અમારી પાસે વિદ્યાર્થીઓ, વ્યાવસાયિકો અને વેપાર અને વાણિજ્ય સાથે સંકળાયેલા લોકોનો વિસ્તૃત ભારતીય સમુદાય છે. તેમના સાથથી અહીં વિકાસની નવી ગાથા લખાશે.

તેમણે CARICOM (કેરેબિયન કોમ્યુનિટી એન્ડ કોમન માર્કેટ) સભ્ય દેશો સાથે ભારતના સંબંધોની પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે ભારત CARICOM સભ્ય દેશો સાથે ખૂબ જ નજીકથી કામ કરી રહ્યું છે. વડા પ્રધાનની મુલાકાતથી સહયોગ માટે નવા માર્ગો ખૂલવાની, ભારત-ગુયાના સંબંધોને મજબૂત કરવાની અને પ્રાદેશિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાની અપેક્ષા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને