![](https://bombaysamachar.com/wp-content/uploads/2025/02/aamir-khan-girlfriend-revealed.webp)
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ એટલે કે આમિર ખાન પોતાની ફિલ્મોની સાથે અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. દરેક ફિલ્મમાં દિલથી અભિનય કરીને તેણે લોકોના દિલમાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. અંગત જીવનમાં આમિર ખાને બે વાર લગ્ન કર્યા છે અને બંને વખત છૂટાછેડા લીધા છે. છેલ્લા ઘણા સમયથી એવી વાત આવી રહી છે કે આમિર ખાન ટૂંક સમયમાં ફરીથી પરણવાનો છે. અને તેની નવી ગર્લફ્રેન્ડ પણ છે. આમિર ખાનને તેની બીજી પત્ની કિરણ રાવથી ડિવોર્સ લીધાને પણ ઘણો સમય થઈ ગયો છે અને તેને હવે એક ફૂલ ટાઈમ સાથીની તલાશ હતી. હવે મીડિયા રિપોર્ટ અનુસાર તેને એક નવી જીવનસાથી મળી ગઈ છે. અહેવાલ મુજબ તે બેંગલૂરુની એક રહસ્યમય યુવતીને ડેટ કરી રહ્યો છે. અહેવાલોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે આમિરની મિસ્ટરી ગર્લનો બોલીવુડ સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી. એટલું જ નહીં તેની ગર્લફ્રેન્ડ મુંબઈમાં પણ રહેતી નથી.
મિસ્ટ્રી ગર્લ ફ્રેન્ડનું નામ, ઠામઃ-
ગોસીપ અહેવાલોમાં તો આમિરની મિસ્ટ્રી ગર્લ ફ્રેન્ડનું નામ પણ જણાવવામાં આવ્યું છે. આમિર ખાનની આ નવી ગર્લફ્રેન્ડ બેંગ્લોરમાં રહે છે અને તેનું નામ ગૌરી છે. અને તે બોલીવુડમાં બિલકુલ સક્રિય નથી અગાઉ એક ફિલ્મ મેગેઝીનમાં એવો અહેવાલ આવ્યો હતો કે આમિર ખાને તેના પરિવારના સભ્યો સાથે ગૌરીને મેળવી પણ છે અને ઘરના બધા તેને સારી રીતે ઓળખે છે. બધાને તેને મળીને સારું લાગ્યું હતું તે ઘરના બધા સાથે સારી રીતે હળીભળી ગઇ છે. અને બધા તેના આ સંબંધ વિશે ઘણા રાજી છે.
Also read: તારે જમીન પરઃ આમિર ખાન અને દર્શિલ સફારીની
દીકરો જુનૈદ પણ અભિનેતાઃ-
આમિર ખાનના દિકરા જુનૈદ ખાનની ફિલ્મ ‘લવયાપા’ આજે એટલે કે 7 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ છે. આમિર ખાન પોતાના દીકરાના ફિલ્મથી ઘણો જ ખુશ છે. ‘લવયાપા’માં બોની કપૂર અને શ્રીદેવીની બીજી દીકરી ખુશી કપૂર આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની સામે મુખ્ય ભૂમિકામાં છે.
વર્ક ફ્રન્ટઃ-
વર્ક ફ્ર્ન્ટની વાત કરીએ તો ઓછી ફિલ્મો કરનારો અભિનેતા આમિર ખાન તેની ફિલ્મ લાલાસિંહ ચઢ્ઢા બાદ થિયેટરોમાં દેખાયો જ નથી. આમિર ખાન 2025માં ડિસેમ્બર મહિનામાં ‘સિતારે ઝમીન પર ફિલ્મ’માં દેખાવાનો છે તેવા અહેવાલો હતા. આમિરની સુપરહીટ ફિલ્મ ‘તારે ઝમીન પર’ની સિક્વલ સિતારે ઝમીન પર’ 2025ના અંતમાં રિલિઝ થવાની છે.
પર્સનલ ફ્રન્ટઃ-
પર્સનલ ફ્રન્ટ પર આમિર ખાને 1986માં રીના દત્તા સાથે પહેલા મેરેજ કર્યા હતા. આ મેરેજ થકી તેને બે બાળક જુનૈદ ખાન અને આયરા ખાન છે. થોડા સમય બાદ બંનેએ ડિવોર્સ લઇ લીધા. ત્યાર બાદ આમિરનું દિલ કિરણ રાવ સાથે લાગી ગયું. બંનેએ ‘લગાન’ ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. કિરણ રાવે ‘લગાન’ ફિલ્મમાં આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. બંને પહેલા મિત્રો બન્યા અને આ મિત્રતા બાદમાં પ્રેમમાં બદલાઇ ગઇ. 28 ડિસેમ્બર 2005ના રોજ આમિર ખાન અને કિરણ રાવે લગ્ન કરી લીધા. તેમનો એક પુત્ર આઝાદ છે. જોકે, લગ્નના થોડા વર્ષ બાદ બંનેએ 2021માં ડિવોર્સ લઇ લીધા હતા.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને