ahmedabad-get-new-mode-of-transportation-lrt-know-what-else-amc-budget

અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad)શહેરનો સતત વધી રહેલો વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વર્ષ 2036માં ઓલમ્પિકના આયોજનના પગલે પણ અનેક જોગવાઇ કરવામાં આવી છે.એએમસીના  કમિશનર એમ થેન્નારસને વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં વર્ષ  2025-26ના બજેટમાં રૂપિયા 3,200 કરોડનો  વધારો કરવામાં આવ્યો છે. વર્ષ 2025-26 માટે 14,000 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું છે. જેમાં અનેક વિકાસલક્ષી કામો કરવામાં આવશે અને નાગરિકોની સુવિધામાં વધારો કરવામાં આવશે.

અ.મ્યુ.કો. દ્વારા વર્ષ 2025-26 ના વર્ષ માટેનું 14,001 Crનું અંદાજપત્ર કમિશનર શ્રી એમ.થેન્નારસને સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું-

ઓલિમ્પિક 2036 ને ધ્યાનમાં લઈ અમદાવાદ શહેરમાં સ્પોર્ટસ પ્રવૃત્તિને વેગ આપવા માટે અ.મ્યુ.કો.ના દરેક ઝોનમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર… pic.twitter.com/ARAJ7PVe2m

— Amdavad Municipal Corporation (@AmdavadAMC) February 6, 2025

શહેરમાં પરિવહન માટે લાઇટ રેલવે ટ્રાન્સપોર્ટ શરૂ કરાશે

આ ડ્રાફટ બજેટના મહત્વની જોગવાઈ શહેરમાં પરિવહન માટે લાઇટ રેલવે ટ્રાન્સપોર્ટની છે. અમદાવાદમાં હાલ એમટીએસ,બીઆરટીએસ, અને મેટ્રો જેવી પરિવહન સેવા છે. લાઇટ રેલવે સેવા એસપી રિંગ રોડ, એસજી હાઇવ, દિલ્હી દરવાજા, રિવર ફ્રન્ટ, સાંતેજ, નવરંગપુરા જેવા વિસ્તારો શરૂ કરવામાં આવશે.

5 રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન

જ્યારે અમદાવાદમાં વધુ 5 રેલવે બ્રિજ તૈયાર કરવાનું આયોજન છે. જેમાં ચીમનભાઈ બ્રિજ વાઈડનિંગ, અસારવા રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન, કાલુપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન સારંગપુર રેલવે ઓવરબ્રિજ રી-કન્સ્ટ્રક્શન, એસ.જી હાઈવે ક્રોસ સાણંદ ચોકડી થતાં અમદાવાદ બોટાદ રેલવે લાઈન પર ફ્લાય ઓવરબ્રિજનો સમાવેશ થાય છે.

Also read:Ahmedabad માં કાજુકતરીમાંથી મરેલી જીવાત નીકળી, કોર્પોરેશનમાં ફરિયાદ કરાઇhttps://

5 નવા ઓવર અને અંડર બ્રિજ બનાવાશે

અમદાવાદ શહેરમાં વધુ 5 નવા ઓવર અને અંડર બ્રિજ બનાવાશે જેમાં ઈસ્કોન બ્રિજ- 250 કરોડના ખર્ચે, સ્લિવર સ્ટાર ચાર રસ્તા પર ફ્લાય ઓવર બ્રિજ- 80 કરોડના ખર્ચે, એસ.પી.રિંગરોડ પર રાજપથ રંગોલી જંક્શન અંડર પાસ – 35 કરોડના ખર્ચે અને પંચવટી જંક્શન ઓવરબ્રિજ – 90 કરોડના ખર્ચે બનાવવામાં આવશે.

227 કરોડ રૂપિયાના ખર્ચે 51 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાશે

શહેરના લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમમાં 21 કરોડના ખર્ચે નમો વન બનાવવામાં આવશે તો શહેરમાં 227 કરોડ રૂપિયાના ખર્ચે 51 વ્હાઈટ ટોપિંગ રોડ બનાવાશે. રૂપિયા 97 કરોડના ખર્ચે સીજી રોડની આસપાસના 3 રોડ બનાવવામાં આવશે. અમદાવાદમાં નવા 22 ગાર્ડન પણ તૈયાર કરવામાં આવશે. આ સિવાય એઆઇ અને જીઆઈએસ અને MIS સેલની સ્થાપના કરવામાં આવશે.

નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે

આ સિવાય શહેરના લાંભા, રામોલ, શાહીબાગમાં નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે અને નવા પાંચ અર્બન હેલ્થ સેન્ટર તૈયાર કરવામાં આવશે. SVP ખાતે નવા સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર બનાવાશે. રિવરફ્રન્ટ ઈન્દીરા બ્રિજ સુધી વિકસાવવા માટે 1,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. કાંકરિયામાં નવી બે ટોય ટ્રેન ખરીદવા માટે પણ જોગવાઈ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને