બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં ડિવોર્સની અફવાઓને કારણે ખૂબ જ ચર્ચામાં છે ત્યારે બંનેને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે જે સાંભળીને તેમના ફેન્સ ખુશીથી ઉછળી પડશે. મળી રહેલી માહિતી પ્રમાણે ઐશ્વર્યા અને અભિષેક ફરી એક સાથે જોવા મળશે અને તેમને એક કરવાનું કામ કરશે ફિલ્મ મેકર મણિરત્નમ. ચાલો તમને જણાવીએ શું છે આખો મામલો-
ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન ડિવોર્સ લઈ રહ્યા છે એવી અફવાઓ વચ્ચે પણ ફેન્સ બંનેને સાથે જોવા માગે છે. ઈન્ડસ્ટ્રીના સૌથી મનગમતા કપલ્સમાંથી એક છે ઐશ્વર્યા અને અભિ. હવે એવી માહિતી સામે આવી રહી છે કે ફિલ્મ મેકર મણિરત્નમ પોતાની ગુરુ ફિલ્મની આ જોડીને લઈને ફરી એક વખત ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહ્યા છે.
મણિરત્નમના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર મણિ ઐશ્વર્યા અને અભિષેકને લઈને ત્રીજી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. મણિરત્નમને ઐશ્વર્યા અને અભિષેક માટે એક સારી સ્ટોરી મળી ગઈ છે અને એટલે તેઓ આ બંનેને કાસ્ટ કરીને એક ફિલ્મ બનાવવા માંગે છે.
આ પણ વાંચો…..ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ માટે વિક્રાંત મેસીને મળી રહી છે ધમકીઓ: ગોધરા કાંડની છે સ્ટોરી
અત્રે ઉલ્લેખનીય છે કે મણિરત્નમ સાથે ઐશ્વર્યા અને અભિષેક બંનેના ખૂબ જ સારા સંબંધો છે. મણિરત્નમ વિશે વાત કરતાં જમાવ્યું હતું કે જ્યારે તેઓ મને પહેલી વખત ફિલ્મ યુવા માટે સાઈન કરવા આવ્યા અમારા ઘરે આવ્યા તો મને લાગ્યું કે તે પા (અમિતાભ બચ્ચન)ને સાઈન કરવા આવ્યા છે. પરંતુ બાદમાં મને ખબર પડી કે તેઓ મારા માટે આવ્યા છે અને આ જાણીને મારી ખુશીનો પાર નહીં રહ્યા. મને ખુશી છે કે તેમણે મને અત્યાર સુધી ત્રણ વખત પોતાની ફિલ્મોમાં લીધો છે.
હવે એ તો સમય જ કહેશે કે પર્સનલ રિલેશનશિપમાં આવી કડવાહટ બાદ પણ અભિષેક અને ઐશ્વર્યા એકબીજા સાથે સ્ક્રીન શેર કરવા તૈયાર થાય છે કે નહીં, પરંતુ એક વાત તો છે કે તેમના ફેન્સ તો આ સમાચાર સાંભળીને જ ફૂલ્યા નહીં સમાય.