મુંબઈ: વિધાનસભાની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે (શિવસેના)એ જાહેરનામું બહાર પાડવા અંગે ભારતીય જનતા પાર્ટીએ ટીકા કરી હતી. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પોતાના નિવાસસ્થાન પર બેસીને ચૂંટણીનું વચનનામું જાહેર કરવા બદલ શિવસેના (યુબીટી)ના વડા પોતાના પરિવાર પર વધુ ધ્યાન આપી રહી છે અને બાકીના સમાજની અવગણના કરી રહી છે. સાચો નેતા એ હોય છે જે હાજર રહે અને લોકોને તેમના ઘરના દરવાજે જઈને સેવા કરવા તૈયાર હોય, ઘરમાં બેસી રહેનારા નહીં, એમ બાવનકુળેએ કહ્યું હતું.
આ પણ વાંચો: કાકા શરદ પવારના પક્ષમાં અજિત પવાર આવી ગયા અને સદાભાઉ ખોતને શું કહ્યું?
આજે બાવનકુળેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એવી ટીકા કરી હતી કે જે મુખ્ય પ્રધાન અઢી વર્ષ સુધી ઘરમાં બેસીને ફેસબૂક લાઈવ કરી રહ્યા હતા તેમણે તેમની પાર્ટીનું વચનનામું પણ આજે ઘરે બેસીને જ બહાર પાડ્યું હતું. પરંપરાગત રીતે, શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે શિવસેનાભવનમાંથી તેમનું વચનનામું બહાર પાડતા હતા, એમ પણ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: ભાજપ ઉમેદવાર પરાગ શાહનો થયો અકસ્માત, ડોક્ટરે ઘરે જ રહેવાની સલાહ આપી
અઢી વર્ષ સુધી તેઓ (ઉદ્ધવ ઠાકરે) પારિવારિક હિતોને કેન્દ્રમાં રાખીને રાજકારણ કરતા હતા અને સમાજના મોટા વર્ગની અવગણના કરતા હતા. તેમની ઘરે બેસીને કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર જણાતો નથી, એમ જણાવતાં તેમણે એમ પણ કહ્યું હતું કે દિવંગત બાળ ઠાકરેએ હંમેશા મહારાષ્ટ્રને માટે શ્રેષ્ઠ હોય તેને જ પ્રાથમિકતા આપી હતી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ જમીની સ્તરના કાર્યકર્તાઓની અવગણના કરી છે અને પોતાના પરિવાર પર જ ધ્યાન હતું.