ફિલ્મમેકર રિયા શુક્લાની શોર્ટ ફિલ્મ ‘રૂઝ’ ૭૫ માં બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે. જનરેશન KPlus સેગમેન્ટમાં આ ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. રિયા શુક્લા દ્વારા દિગ્દર્શિત આ ટૂંકી ફિલ્મ ૧૩થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન બર્લિનમાં આયોજિત થનારા ફેસ્ટિવલમાં ભાગ લેનારી ૧૫ ફિલ્મોમાંની એક છે.
૨૯ વર્ષીય ફિલ્મ નિર્માતા રિયા શુક્લાએ કહ્યું હતું કે ‘રૂઝ’ની સફર અદ્ભુત રહી. હું આભારી છું કે મને યોગ્ય લોકો મળ્યા જેઓ યુવાન અને નીડર હતા અને ઘણી રીતે દ્રશ્યોની જવાબદારી સંભાળી. તે ચોમાસાની બપોરે સેલ્યુલોઇડ પર ખૂબ સુંદર લાગે છે. ‘રૂઝ’ની વાર્તા વિશે વાત કરીએ તો આ ત્રણ કિશોરીઓની વાર્તા છે, જેઓ વરસાદી બપોરે ડાન્સની પ્રેક્ટિસ કરે છે.
આ પણ વાંચો: રાશા થડાનીનો તૌબા તૌબા ડાન્સ જોઈ વિકીએ કોરિયોગ્રાફરને શું કહ્યું
બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં જનરેશન KPlus વિભાગ જેને ‘બર્લિનાલે’ તરીકે પણ ઓળખવામાં આવે છે,તે એક સ્પર્ધાત્મક ઇવેન્ટ છે જેમાં ‘બાળકો અને કિશોરોની દુનિયાના વિવિધ પાસાઓમાં ડોકિયું કરતી આંતરરાષ્ટ્રીય મૂવીઝ બતાવવામાં આવે છે. બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એ વિશ્વના ત્રણ સૌથી મોટા ઉત્સવોમાંનો એક છે. જો રિયા આ જીતશે તો ૭૫ વર્ષમાં આ ટાઈટલ જીતનારી તે ત્રીજી ભારતીય હશે.
રિયા શુક્લાએ આ પહેલા ફિલ્મ ‘મધુ’માં ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું છે. આ ફિલ્મનું પ્રીમિયર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ રોટરડેમ અને લિંકન સેન્ટર MoMA ખાતે રાખવામાં આવ્યું હતું.
આ ફિલ્મે પામ સ્પ્રિંગ્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ‘સ્પેશિયલ મેન્શન જ્યુરી એવોર્ડ’ જીત્યો હતો. નોએ નોર્વેજીયન મ્યુઝિક ગ્રુપ ઓરા ધ મોલેક્યુલ માટે ‘આઈ વાના બી લાઈક યુ’ મ્યુઝિક વીડિયો પણ ડિરેક્ટ કર્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને